________________
(૪૩૪) શ્રી પંચપરમેષ્ટિ ભગવભ્યો નમ:
દોહા અનંત ચૌવીશી જિન નમું, સિદ્ધ અનંતા ક્રોડ; વર્તમાન જિનવર સવે, કેવલી દો નવ કોડ. ગણધરાદિ સબ સાધુજી, સમકિત વ્રત ગુણધાર; યથાયોગ્ય વંદન કરું, જિન આજ્ઞા અનુસાર,
એક નવકાર ગણવો પ્રણમી પદપંકજ ભણી, અરિગંજન અરિહંત; કથન કરું હવે જીવનું કિંચિત્ મુજ વિરતંત.
અંજનાની દેશી હું અપરાધી અનાદિકો, જનમ જનમ ગુના કિયા ભરપૂર છે; લૂંટીઆ પ્રાણ છ કાયના, સેવ્યાં પાપ અઢારાં કરૂર કે.
આજ સુધી આ ભવમાં, પહેલાં સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા ભવમાં કુગુરુ-કુદેવ અને કુધર્મની સદણા, પ્રરૂપણા, ફરસના સેવનાદિક સંબંધી પાપદોષ લાગ્યા તે સર્વે મિચ્છા મિ દુક્કડં.
અજ્ઞાનપણે, મિથ્યાત્વપણે, અવ્રતપણે, કષાયપણે, અશુભયોગે કરી, પ્રમાદે કરી અપછંદ-અવિનીતપણું મેં કર્યું તે સર્વે મિચ્છા મિ દુક્કડં.
શ્રી અરિહંતભગવંત વીતરાગ કેવલજ્ઞાની મહારાજની, શ્રીગણધરદેવની, શ્રી આચાર્યની, શ્રી ધર્માચાર્યની, શ્રી ઉપાધ્યાયની, અને શ્રી સાધુ સાધ્વીની, શ્રાવકશ્રાવિકાની, સમદષ્ટિ-સાધર્મી ઉત્તમ પુરુષોની, શાસ્ત્રસૂત્રપાઠની, અર્થ પરમાર્થની, ધર્મ સંબંધી અને સકલ પદાર્થોની અવિનય, અભક્તિ, અશાતનાદિ કરી, કરાવી, અનુમોદી, મન, વચન અને કાયાએ કરી દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી સમ્યફપ્રકારે વિનય, ભક્તિ, આરાધના, પાલન, સ્પર્શના, સેવનાદિક યથાયોગ્ય અનુક્રમે નહીં કરી, નહીં કરાવી, નહીં અનુમોદી, તે મને ધિક્કાર, ધિક્કાર; વારંવાર મિચ્છા મિ દુક્કડં. મારી ભૂલચૂક, અવગુણ અપરાધ, સર્વે માફ કરો, ક્ષમા કરો, હું મન, વચન, કાયાએ કરી ખમાવું .