________________
(૪૩૨)
વરસ દિનાકી ગાંઠકો, ઉત્સવ ગાય બજાય; મૂરખ નર સમજે નહીં, વરસ ગાંઠકો જાય. સોરઠો
×પવન તણો વિશ્વાસ, કિણ કારણ તેં દૃઢ કીયો; ઈનકી એહી રીત, આવે કે આવે નહીં. દોહા કરજ +બિરાના કાકે, ખરચ ફીયા બહુ નામ, જબ મુદ્દત પૂરીહવે, ટ્વેનાં પડશે દામ. બિનું દીયાં છૂટે નહીં, યહ નિશ્ચય કર માન; હસ હસ કે કયું ખરચીએ, દામ બિરાના જાન. જીવ હિંસા કરતાં થકાં, લાગે મિષ્ટ અજ્ઞાન; જ્ઞાની ઈમ જાને સહી, વિષે મિલિયો પકવાન કામ ભોગ પ્યારા લગે, ફૂલ કિંપાક સમાન મીઠી ખાજ ખુજાવતાં, પીછે દુ:ખકી ખાન. જપ તપ સંયમ દોહિલો, ઔષધ કડવી જાન; સુખકારણ પીછે ઘનો, નિશ્ચય પદ નિરવાન. ડાભ અણી જલ બિંદુઓ, સુખ વિષયનકો ચાવ; ભવસાગર દુ:ખ જલ ભર્યો, યહ સંસાર સ્વભાવ. ચઢ ઉત્તુંગ જહાંસે પતન, શિખર નહીં વો કૂપ; જિસ સુખ અંદર દુ:ખ વસે, સો સુખભી દુઃખરૂપ. જબ લગ જિનકે પુણ્યકા, પહોંચે નહિ કરાર; તબ લગ ઉસકો માક્ હૈ, અવગુન કરે હજાર. પુણ્ય ખીન જબ હોત હૈ, ઉદય હોત હૈ પાપ; દાજે વનકી લાકરી, પ્રજલે આપોઆપ. પાપ છિપાયાં ના છીપે, છીપે તો મહાભાગ; દાબી ડૂબી ના રહૈ, રૂઈ લપેટી આગ. ૧ વર્ષગાંઠનો દિવસ ઉજવે છે. ×વા, શ્વાસોચ્છવાસ + પારકા વ્યાજે લાવી. ર અજ્ઞાનીને. ૩ ઝેરી ઝાડનું નામ. ૪ મુદત પૂરી થઈ નથી.
૧૦
૪
૧
૩
૪
૫
૬
૯