________________
(૪૦૬).
૨૧. “જેગા પડિપદેસા,' = યોગથી પ્રકૃતિ અને પ્રદેશબંધ થાય છે. ૨૨. સ્થિતિ તથા અનુભાગ કષાયથી બંધાય છે. ૨૩. આઠવિધ, સાતવિધ, છવિધ, ને એકવિધ એ પ્રમાણે બંધ બંધાય છે.
(વ.મૃ.પૃ.૭૭૨) ૧૦. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય ને યોગથી એક પછી એક અનુક્રમે બંધ પડે છે.
૧૧. મિથ્યાત્વ એટલે યથાર્થ ન સમજાય તે. મિથ્યાત્વથી વિરતિપણું ન થાય, વિરતિને અભાવે કષાય થાય, કષાયથી યોગનું ચલાયમાનપણું થાય છે. યોગનું ચલાયમાનપણું તે “આસવ' અને તેથી ઊલટું તે “સંવર”.
(વ.યુ.પૃ.૭૯૪)
આત્મસાધન દ્રવ્ય - હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. ક્ષેત્ર – અસંખ્યાત નિજઅવગાહના પ્રમાણ છું. કાળ - અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાયપરિણામી સમયાત્મક
ભાવ -- શુદ્ધ ચૈતન્યમાત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું.
*પ્રભુશ્રીજીએ આ બોલ અહોનિશ સ્મરણમાં રાખવા યોગ્ય જણાવેલું