SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૪) અસ્તિત્વ વ.મૃ.પૃ. ૭૬૦ આંક ૨૨૦ આજ સુધી અસ્તિત્વ ભાસ્યું નથી. અસ્તિત્વ ભાસ થવાથી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. અસ્તિત્વ એ સમ્યક્ત્વનું અંગ છે. અસ્તિત્વ જો એક વખત પણ ભાસે તો તે દૃષ્ટિની માફક નજરાય છે, અને નજરાયાથી આત્મા ત્યાંથી ખસી શકતો નથી. જો આગળ વધે તોપણ પગ પાછા પડે છે, અર્થાત્ પ્રકૃતિ જોર આપતી નથી. એક વખત સમ્યક્ત્વ આવ્યા પછી તે પડે તો પાછો ઠેકાણે આવે છે. એમ થવાનું મૂળ કારણ અસ્તિત્વ ભાસ્યું છે તે છે. જો કદાચ અસ્તિત્વની વાત કહેવામાં આવતી હોય તોપણ તે બોલવામાત્ર છે, કારણ કે ખરેખર અસ્તિત્વ ભાસ્યું નથી. શ્રીએ બગસરામાં એક ભાઈને સમાધિમરણ માટે આપેલા બોલ : વ.મૃ. પૃ. ૭૭૩ ૧૨. દર્શનમાં ભૂલ થવાથી જ્ઞાનમાં ભૂલ થાય છે. જેવા રસથી જ્ઞાનમાં ભૂલ થાય તેવી રીતે આત્માનું વીર્ય સ્કુરાય, અને તે પ્રમાણે પરમાણુ ગ્રહણ કરે ને તેવો જ બંધ પડે; અને તે પ્રમાણે વિપાક ઉદયમાં આવે. બે આંગળીના આંકડિયા પાયા તે રૂપ ઉદય, અને તે મરડવા તે રૂપ ભૂલ, તે ભૂલથી દુઃખ થાય છે એટલે બંધ બંધાય છે. પણ મરડવારૂપ ભૂલ જવાથી આંકડા સહેજે જ જુદા પડે તેમ દર્શનમાંની ભૂલ જવાથી કર્મ ઉદય સહેજે જ વિપાક આપી નિર્જરે છે અને નવો બંધ થતો નથી. ૧૩. દર્શનમાં ભૂલ થાય તેનું ઉદાહરણ : જેમ દીકરો બાપના જ્ઞાનમાં તેમ જ બીજાનાં જ્ઞાનમાં દેહ અપેક્ષાએ એક જ છે, બીજી રીતે નથી; પરંતુ બાપ તેને પોતાનો દીકરો કરી માને છે, તે જ ભૂલ છે. તે જ દર્શનમાં ભૂલ અને તેથી જો કે જ્ઞાનમાં ફેર નથી તો પણ ભૂલ કરે છે; ને તેથી ઉપર પ્રમાણે બંધ પડે છે.
SR No.009223
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorLaghuraj Swami
PublisherShrimad Rajchandra Aradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy