SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૯૮) પત્ર ૯૦૧ મુંબઈ, કારતક સુદ ૧૫, ૧૯૫૬ ‘ગુરુ ગણધર ગુણધર અધિક, પ્રચુર પરંપર ઔર; વ્રતતપધર, તનુ નગનધર, વંદ વૃષસિરમોર.' જગત વિષયના વિક્ષેપમાં સ્વરૂપવિભ્રાંતિ વડે વિશ્રાંતિ પામતું નથી. . અનંત અવ્યાબાધ સુખનો એક અનન્ય ઉપાય સ્વરૂપ થવું તે જ છે. એ જ હિતકારી ઉપાય જ્ઞાનીએ દીઠો છે. ભગવાન જિને દ્વાદશાંગી એ જ અર્થે નિરૂપણ કરી છે, અને એ જ ઉત્કૃષ્ટતાથી તે શોભે છે, જયવંત છે. - જ્ઞાનીના વાક્યના શ્રવણથી ઉલ્લાસિત થતો એવો જીવ, ચેતન, જડને ભિન્નસ્વરૂપ યથાર્થપણે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે. યથાસ્થિત અનુભવ થવાથી સ્વરૂપસ્થ થવા યોગ્ય છે. દર્શનમોહ વ્યતીત થવાથી જ્ઞાનીના માર્ગમાં પરમભક્તિ સમુત્પન્ન થાય છે, તત્વપ્રતીતિ સમ્યપણે ઉત્પન્ન થાય છે. તત્ત્વપ્રતીતિ વડે શુદ્ધ ચૈતન્ય પ્રત્યે વૃત્તિનો પ્રવાહ વળે છે. શુદ્ધ ચૈતન્યના અનુભવ અર્થે ચારિત્રમોહ વ્યતીત કરવા યોગ્ય છે. ચારિત્રમોહ, ચૈતન્યના – જ્ઞાની પુરુષના સન્માર્ગના નૈછિકપણાથી પ્રલય થાય છે. અસંગતાથી પરમાવગાઢ અનુભવ થવા યોગ્ય છે. હે આર્ય મુનિવરો ! એ જ અસંગ શુદ્ધ ચૈતન્યાર્થે અસંગયોગને અહોનિશ ઈચ્છીએ છીએ. હે મુનિવરો ! અસંગતાનો અભ્યાસ કરો. બે વર્ષ કદાપિ સમાગમ ન કરવો એમ થવાથી અવિરોધતા થતી હોય તો છેવટે બીજો કોઈ ઉપાય ન હોય તો તેમ કરશો. જે મહાત્માઓ અસંગ ચૈતન્યમાં લીન થયા, થાય છે અને થશે તેને ૐ શાંતિઃ નમસ્કાર.
SR No.009223
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorLaghuraj Swami
PublisherShrimad Rajchandra Aradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy