________________
૧૦
(૩૪૩) ગયું હોય તો ગણિતાનુયોગ વિચારવા યોગ્ય છે. કોઈ પણ કામની નિરાશા ઈચ્છવી, પરિણામે પછી જેટલી સિદ્ધિ થઈ તેટલો લાભ; આમ કરવાથી સંતોષી રહેવાશે. પૃથ્વી સંબંધી ક્લેશ થાય તો એમ સમજી લેજે કે તે સાથે આવવાની નથી; ઊલટો હું તેને દેહ આપી જવાનો છું; વળી તે કંઈ મૂલ્યવાન નથી.
સ્ત્રી સંબંધી ફ્લેશ, શંકા ભાવ થાય તો આમ સમજી અન્ય ભોક્તા પ્રત્યે – હસજે કે તે મળમૂત્રની ખાણમાં મોહી પડ્યો, (જે વસ્તુનો આપણે નિત્ય ત્યાગ કરીએ છીએ તેમાં!) ધન સંબંધી નિરાશા કે ક્લેશ થાય તો તે ઊંચી જાતના કાંકરા છે એમ સમજી સંતોષ રાખજે; ક્રમે કરીને તો તું
નિઃસ્પૃહી થઈ શકીશ. ૧૧ તેનો તું બોધ પામ કે જેનાથી સમાધિમરણની પ્રાપ્તિ થાય. ૧ર એક વાર જો સમાધિમરણ થયું તો સર્વ કાળનાં અસમાધિમરણ ટળશે. ૧૩ સર્વોત્તમ પદ સર્વત્યાગીનું છે.
પત્ર ૩૭ મુંબઈ બંદર, આસો વદ ૨, ગુરુ, ૧૯૪૪
પાર્શ્વનાથ પરમાત્માને નમસ્કાર . પ્રિય ભાઈ સત્યાભિલાષી ઉજમસી,
રાજનગર. તમારું હસ્તલિખિત શુભપત્ર મને કાલે સાયંકાલે મલ્યું. તમારી તત્ત્વજિજ્ઞાસા માટે વિશેષ સંતોષ થયો.
જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું, તેથી રૂડું થયું નથી. કેમકે - પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જો
આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે તો અનંત ભવનું સાટું વળી રહેશે, એમ હું લઘુત્વભાવે સમજ્યો છું, અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. આ મહા બંધનથી રહિત થવામાં જે જે સાધન, પદાર્થ શ્રેષ્ઠ લાગે તે ગ્રહવા એ જ માન્યતા છે, તો પછી તે માટે જગતની અનુકૂળતા-પ્રતિકૂળતા શું
'
છે