________________
(૩૧૬)
ન
વેદનાથી પણ અત્યંત દુઃખદાયી જાણે છે એટલે સંયોગી ભાવથી રહિત પોતાનું અસંગ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો સદ્ગુરુ પાસેથી બોધ સાંભળી, શ્રવણ કરી, તે બોધનું મનન કરી, આત્મામાં પરિણામ કરી આત્મ અનુભવ પ્રગટ કરે છે. જે અનુભવ પરમ શાંતિ સ્વરૂપ મોક્ષરૂપ છે. તે પણ આત્માના જ પરિણામ છે. માટે સર્વ જ્ઞાનીપુરુષોએ નિશ્ચય કર્યો છે કે આ જીવે અનંતકાળથી આજદિન સુધી જે પરિણમન કર્યું તેનું મુખ્ય કારણ મિથ્યાત્વ, અજ્ઞાન, આત્મસ્વરૂપ નહિ જાણવું તે, આત્મસ્વરૂપ ને જેમ છે તેમ જાણી પ્રતીત નહીં કરવી તે. તે આત્મસ્વરૂપને દેહથી પણ અત્યંત ભિન્ન, સર્વે અન્યભાવથી ન્યારો અવલોકીને તે આત્મામાં પરિણામ ન કર્યાં એટલે કેવળજ્ઞાન, કેવળદર્શન સ્વરૂપ એવું જે અત્યંત પ્રગટ સાક્ષાત્ સહજ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ તેમાં પરિણમ્યો નહીં. તેમ જ ઉલ્લાસભાવ પ્રગટ કરી તેમાં નિમગ્ન થયો નહીં. જે જે પુરુષો પરમ શાંત સ્વરૂપને પામ્યા તે તે પુરુષો સર્વે ભાવથી પામ્યા છે. ભાવ વિનાની સર્વે બાહ્ય ક્રિયાઓ આદિ ધર્મો આળપંપાળ છે. અર્થાત્ નિર્વાણ માર્ગ કે પરમશાંતિ માર્ગ નથી. તેથી તે અનુભવ । માર્ગ ન કહેવાય. આત્મ અનુભવ માર્ગ જ સાક્ષાત્ મોક્ષમાર્ગ, પ્રત્યક્ષ મોક્ષસ્વરૂપ કહેવાય. તે આત્મા અનુભવી પુરુષો મોક્ષમાર્ગમાં વર્તે છે એમ કહ્યું છે. અને તે આત્મ અનુભવી પુરુષની નિશ્રા કે આજ્ઞામાં વર્તનારની પણ મોક્ષમાર્ગમાં ગણના કરી છે. એ બે સિવાય સર્વે ઉન્માર્ગ છે અર્થાત્ મોક્ષમાર્ગ નથી. ગમે તે દર્શનમાં ગણાતા હોય પણ તે મોક્ષમાર્ગમાં ન ગણાય. (તે માર્ગમાં કીણા રે જ્ઞાની ગુરુપદ લીણા રે) એટલે તેને માર્ગમાં ગણ્યા છે જે જ્ઞાની ગુરુચરણમાં પડયા છે. અને તે આત્મ અનુભવી પુરુષના ચરણમાં લીન થયા છે. તે ચરણ જ ત્રણ લોકનું તત્ત્વ અને પરમ અવ્યાબાધ સુખનું કારણ જાણ્યું છે. એટલે તેની આજ્ઞામાં જ સર્વ જીવન અર્પણ ક્યું છે. તેને મોક્ષમાર્ગ ગણ્યો છે. ‘‘શેષા ઉન્મગા’’ એટલે શેષ બાકીના સર્વે ઉન્માર્ગ છે. એ સિવાયના જીવો ઉન્માર્ગમાં પ્રવર્તે છે એમ જાણવું કારણ કે જ્યાં સ્વચ્છંદ કે મોહને આધીન આત્માના પરિણામનું પ્રવર્તન હોય તે સિવાય બીજું સંસારનું કારણ કયું હોય ? સંસારનું મુખ્ય કારણ સ્વચ્છંદ અને મોહના પરિણામ છે. તે પરિણામથી વિરામ પામી જે પુણ્યાનુબંધી પુણ્યવંત કે જેના અહોભાગ્ય છે