________________
(૩૧૧)
** --
-
ખ
એકનો નિશ્ચય માટે બોધ
તા. ૨૬-૧૨-૩૩ “સમયસાર” વંચાતું હતું. વંચાયું તેનો સાર એ હતો કે પુગલમાં પરિણમવાનો સ્વભાવ છે. તેનામાં કર્મરૂપ થવાની શક્તિ છે તેથી પુદ્ગલ કર્મરૂપ પરિણમે છે. તેને કર્મ થવાનું નિમિત્ત મળે છે. જીવના વિભાવ પરિણામ અને પુદગલના વિભાવ પરિણામ થાય છે. શુદ્ધ પર્યાય હોય તો બન્ને દ્રવ્ય અલગ જ છે. નિમિત્તથી પુદ્ગલકર્મરૂપ થાય છે. શ્રી ઉઠ્યા અને કહ્યું-જુઓ, બધું નિમિત્ત આધીન છે. નિશ્ચયથી તે શુદ્ધ છે. નિમિત્ત ફેરવવા. સો. કહે અશુદ્ધ અવસ્થામાં જીવ નિમિત્ત આધીન છે માટે ખોટા નિમિત્ત છોડી સારા નિમિત્ત ગ્રહણ કરવા તેથી પુણ્ય થાય છે. પુણ્ય પણ બે જાતના છે. એક પુણ્ય એવું છે કે જેથી કર્મ છૂટી જાય છે. આવી રીતનો ક્રમ છે. શ્રી કહે – નિશ્ચયથી જે છે તે માનવું. તે તો કેવો છે તે તો તમે સાંભળ્યું. એક મુસાફર હોય. રસ્તે ચાલતાં ઝાડ આવે, તેની નીચે ઊભો રહે અને માને કે ઝાડ મારું છે તે મૂર્ખાઈ છે. તેમન કરવું. એટલે દેહ છે તે રસ્તે ચાલતાં ઝાડ જેવું છે. રોગ આવે, કંઈ થાય તેથી ન માનવું કે હું માંદો થયો. ગજસુકુમારે શું કર્યું ? શરીર બળવા માંડ્યું. તેમનો નિશ્ચય હતો કે હું બળતો નથી. દેહ બળે છે. બેત્રણ મિનિટ પછી બળી રહેશે. તેથી મારું શું થયું? આવો તેમનો નિશ્ચય હતો. તેવો નિશ્ચય કરી નાખવો. એકનો નિશ્ચય કરી નાખવો. તેમાં બધા આવી ગયા.... ને કહ્યું આ જ્ઞાની, આ જ્ઞાની તેમ ન માનો. સ્વચ્છેદથી માન્યતા થાય છે તેથી ભૂંડું થાય છે. તમે ભલે...ને મળો. બધાને માનો કે તે મારો સાક્ષાત્ આત્મા છે. જ્ઞાની તો છે તે માનો. અમને પણ પકૃ.દેવે ઘણું કહ્યું હતું. ફરતું નહોતું. છેવટે ફર્યું. એકમાં બધા આવી ગયા. બધા મારા સાક્ષાત્ આત્મા છે એમ માની લઘુત્વભાવ કરવો. .... ને બોલાવીને પૂછ્યું હતું. બતાવો, તમને શું જ્ઞાન થયું છે? માટે ઠેર ઠેર જ્ઞાની ન માનો. એક જ માનો. તેનો નિશ્ચય કરો. એક શ્રાવકની વાત કરી. બધા બીજે દેવને માનતા હતા. જેની માન્યતા હોય તેને સંભારે-તેણે એકને સંભાર્યો-તેવું કરો. દેહનો સંબંધ થયો છે. તેના ધણી થઈન બેસો. મુનિ મોહનલાલજીના મંદવાડ વખતની . વાત કરી. આવી માન્યતા કરવી તે કર્તવ્ય છે.