________________
E
+
+
(૩૯) માનું. બાપજીને માનું કે કૃપાળુદેવને માનું. અથવા તીર્થકરને માનું, ઋષભદેવ આદી ને માનું – એમ સંકલ્પ વિકલ્પ રહેતો હતો, તેનું સમાધન ઉપર મુજબ કહ્યું, જેથી થયું. તથા ફરી સ્પષ્ટ કહ્યું સંતના કહેવાથી કૃપાળુદેવની આજ્ઞાને માન એમ પહેલા ઉપદેશ આ બાબતમાં બહુ થયો હતો માટે અમે પક્ષપાતરહિત અથવા આગ્રહરહિત અથવા પૂજાસત્કાર મોટાઈની ઈચ્છા વગર કહીએ છે કે અમે જે પુરુષને બતાવીએ છે તે પુરુષને નિઃશંકતાથી માન્ય કરો. અમને જે પુરુષથી પ્રાપ્ત થયું છે તે પુરુષ તમને બતાવીએ છીએ. માટે તમે જે વિશ્વાસ રાખીને માન્ય કરશો, અમે કહીએ છે તે, તો જરૂર પ્રાપ્ત થશે. એમાં ભેદ નથી. સાચી વાત છે. પ્રત્યક્ષ છે. એમાં ભેદ નથી.
તીર્થકર આદિ બીજા સપુરુષને માનવાથી, સ્મરણ કરવાથી, આરાંધવાથી પ્રાપ્ત થાય છે, તો એને આરાધવાથી કેમ પ્રાપ્ત ન થાય ? બીજા સપુરુષોને આરાધવાથી પ્રાપ્ત થાય છે તો આ પુરુષે કાંઈ ગુનેગારી કરી છે ?
સ્વરૂપે બધા એક જ છે. ભેદ નથી. ખરા જ્ઞાની હતા. અમે જોયા છે. પ્રત્યક્ષ અનુભવ છે. માટે એને આરાધવાથી જરૂર પ્રાપ્ત થશે, અથવા કલ્યાણ થશે.
એક સુતાર અને રાજાનું દ્રષ્ટાંત આપ્યું હતું. રાજાએ એમ ભાવના રાખી કે સુતારે જે ગુરુ માન્યા છે, તે માટે માન્ય છે, માટે એનું પણ કલ્યાણ થયું. તો તમે અમારા ઉપર વિશ્વાસ રાખીને એ પુરુષની દષ્ટિએ માન્ય છે. એ પુરુષે જે માન્યું છે તે માટે માન્ય છે, એમ રાખશો તો પણ કલ્યાણ થઈ જવાનું. માટે નિશ્ચય પરમ કૃપાળુદેવને આરાધવા. પણ ભેદી પુરુષ મળ્યા સિવાય માર્ગ પ્રાપ્ત થતો નથી, માટે આજ્ઞાના પ્રમાણે વર્તવું. સ્વચ્છંદતા કરે તો જીવ અટકી પડે છે. રસ્તો કાપ્યા સિવાય ઘર આવતું નથી. તેમ જીવને ચાલવું તો પડશે જ. માટે પુરુષાર્થ કર્તવ્ય છે. પોતે કરશે ત્યારે બધું થવાનું છે. માટે પોતાના દોષ જોવા તથા પરને વિષે પોતાપણું માન્યું છે તેનો ત્યાગ કરવો તથા જીવને અલૌકિક દૃષ્ટિ જોઈએ. એને લૌકિક દષ્ટિ કરી લીધી છે. માટે માર્ગ અલૌકિક દષ્ટિનો છે.
હે ભગવાન! સત્પષની યથાર્થ પ્રતીતિ થાવ એવી ભાવના રાખવી. એમાં જીવનું શું જાય છે? પણ જીવને સમજ આવી નથી.આ સંસાર, વેપાર,