________________
.*."*
(૩૦) પ.ઉ.પ્રભુશ્રીએ સમાધિમરણની આરાધના માટે ઘણી જ ભલામણ
કરેલો પત્ર
कायस्थित्यर्थमाहार: कायो ज्ञानार्थमिष्यते । ज्ञानं कर्मविनाशार्थं, तन्नाशे परमं सुखम् ।। (ખા પી દેહ ટકાવવા, દેહ જ્ઞાનને કાજ; જ્ઞાન કર્મક્ષય કારણે, તેથી મોક્ષ નિવાસ.) તીન ભુવન ચૂડા રતન, સમશ્રી જિનકે પાય, નમત પાઈએ આપ પદ, સબ વિધ બંધ નશાય. જ્ઞાની કે અજ્ઞાની જન, સુખદુ:ખ રહિત ન કોય,
જ્ઞાની વેદે પૈર્યથી, અજ્ઞાની વેદે રોય. અનંતકાળથી આ આત્મા ચાર ગતિને વિષે પરિભ્રમણ કર્યા કરે છે. મુખ્યપણે અશાતા આ જીવે ભોગવી છે; તે ભોગવતાં દેહાત્મબુદ્ધિના કારણથી
તેને વિષે ક્લેશ થયા કરે છે અથવા તે દુઃખ પ્રત્યે દ્વેષભાવ ઉત્પન્ન થયા કરે છે - અને રાગદ્વેષના પરિણામે ફરી નવીન એવી જે અશાતા ભોગવે છે તેથી અનંત ઘણી અશાતા ઉત્પન્ન કરે એવા પરિણામ આ જીવ અજ્ઞાનપણે કર્યા કરે છે.
અનંતકાળથી આ જીવને મહામોહનીય કર્મના ઉદયથી સુખશાતાનો આ જીવ ભિખારી છે; એ ઈચ્છે છે સુખશાતા અને પરિણામ માઠાં કરે છે એટલે પાંચ ઇંદ્રિયોના વિષયને વિષે આસક્ત બુદ્ધિ, ધનાદિને વિષે તીવ્રલોભ અને મમત્વબુદ્ધિ કરી અનંત અનંત એવી આ જીવ માઠી કર્મવર્ગણાઓ ઉત્પન્ન કરે છે.
પણ કોઈ વખતે એને સાચા સદગુરુનો સંયોગ થયો નથી અથવા થયો હશે તો રુડા પ્રકારે નિઃશંકતાથી આજ્ઞા આરાધી નથી. જો આરાધી હોત તો આવી અશાતાનું કારણ થાત નહિ.
હજુ પણ આ જીવ સમજે અને ઉદય આવેલાં કર્મને વિષે સમભાવ
- કે -૫ની