________________
-
-
-
-
-
-
(૨૯૯) તે ખરો સત્યાગ્રહ છે અને તે કરવાનો છે. આપણે આ સત્યાગ્રહમાં સ્વયંસેવક તરીકે નામ નોંધાવવાનું છે. ખરો આત્મકલ્યાણરૂપ આ સત્યાગ્રહ કરો અને “પરમકૃપાળુ પ્રબોધિત આજ્ઞા સહાત્મસ્વરૂપ એ જ આત્મા છે અને તે જ મારો છે' એમ ભાવના, દઢ શ્રદ્ધા, પરિણામ કરો.
પાંચ સમવાય કારણ મળે ત્યારે કાર્ય નિષ્પત્તિ હોય છે અને તેમાં પુરુષાર્થ શ્રેષ્ઠ છે માટે પુરુષાર્થ એ કર્તવ્ય છે. આજ્ઞા ઉપાસવી અને તે કરતાં સદા આનંદમાં રહેવું.
“મારું સ્વરૂપ તો જ્ઞાન, દર્શન, ચારિત્રમય આત્મા એ જ છે અને તેનાથી અન્ય છે તે વિનાશી છે તો તેનો ખેદ શો ? માટે ખેદ ન કરતાં, સદા આજ્ઞામાં લક્ષ ઉપયોગ રાખી વર્તતાં આનંદમાં રહેવું.
આ જ કરવું છે એમ નિશ્ચય કરવો અને આ જ ખરું વ્રત છે. આત્મામાં ઉપયોગ, તેની ઉપાસના, એ જ ખરું વ્રત આરાધવા યોગ્ય
અનંતાજ્ઞાની થઈ ગયા છે, તેનો બધાનો આ જ માર્ગ છે, આ જ આજ્ઞા છે અને તે જ પ્રત્યક્ષપણે પરમકૃપાળુદેવે જણાવી છે માટે પરમકૃપાળુદેવની આજ્ઞા આરાધતાં સર્વ જ્ઞાનીની ઉપાસના આવી જાય છે.
આ બરાબર સ્મરણમાં રાખશો. ઉપયોગમાં રાખશો અને એ જ માન્યતા એવી તો દઢ કરવી કે મરણ સમયે એ જ આપણને હો! એ જ લક્ષા રાખવો. આ રોજ પ્રત્યે સંભારશો, વિચારશો. અમારી આ જ તમને સૂચના છે અને એ જ કરવાનું છે.
આ કોઈ પુરાણપુરુષની અત્યંત કૃપા છે. પાંચ સમવાય કારણ :
"કાળ, સ્વભાવ, ઉદ્યમ, નસીબ તથા ભાવી બળવાન, પાંચે કારણ જબ મીલે, તબ કાર્યસિદ્ધિ નિદાન.”
***
.
.
.
.ના.
.
.
C..
+
+
-
:
મા
,
૨
-
-
-
+