________________
(૨૯૨) છે. બાંધેલા કર્મ ભોગવવા જોઈશે. તે આત્મા નહીં. માટે સમજયે છૂટકો છે. એકલી સમજ કામની. બીજું બધું નશ્વર છે. અવળાનું સવળું કરે છે મનુષ્ય. માટે જો ‘સમતા રસના પ્યાલા” તીન ભુવનકા સુખ. વાત તો કહેવાણી. અત્યારે કોણ જાણે ? જાણે તે માણે. ગોળની કાંકરી ને અફીણની કાંકરી, તેનો જેવો ફેર પડે છે, તેમ જેવો ભાવ તેવું ફળ. કર્મ સંબંધ છે, પણ ભેદ તો સમજજે. જડ તે જડ, ચેતન તે ચેતન. તે ભૂલીશ નહીં. સમકીતીની શ્રદ્ધા તે નીગેદમાં પણ કર્મ કર્યા તો પણ શ્રદ્ધા તે જ છે. જેમ બે પાણી જુદા હોય ને વચ્ચે વજ્રની ભીંત હોય તે કદી તૂટે નહીં તેમ સમકીતીની શ્રદ્ધા રે નહીં. સ્વસ્વરૂપમાં રહેવું, દેહ પર છે. દેહમાં ન રહેવું. એ જ. આત્મા સત્, જગત મિથ્યા. મુનિ આત્મા જુઓ.
પ્ર : કેમ પરિણમતું નથી ?
જવાબ : યોગ્યતા નથી. પૂરો ભાવ હજુ આત્મામાં નથી, જડ ને ચેતન નો ભેદ પડયો નથી, જડ તે જડ ને ચેતન તે ચેતન. જેમ છોકરું હોય ને કંઈ વસ્તુ માગે ત્યારે મા-બાપ કહે કે મોટો થશે ત્યારે આપીશું, તેમ પોતામાં પોતાપણું કર. જે અત્યાર સુધી પારકાને પોતાનું માનતો આવ્યો છે તેને પોતાનું નથી એમ માન. એક આત્મા જ પોતાનો છે એમ માન. કોઈ સત્પુરુષ મળવાં તે પણ પૂર્વ કર્મ છે. આત્મભાવ કરવો. કોઈ સત્પુરુષનો જોગ થવો તે પણ સત્કર્મ પૂર્વના . ‘‘આત્મજ્ઞાન ત્યાં મુનિપણું’’. સૌમાં અને સૌ ઠેકાણે આત્મા જુઓ. કોઈનો તિરસ્કાર ન કરવો. કઠોર વાણી ન વાપરો. કરો તેવા ફળ ને કર્મ બંધાય. સમાવી દે. શ્રદ્ધા, ભાવ, પરિણામ ઠેઠ મોક્ષે લઈ જાય છે.
-
પત્ર ૧૯૪. ‘જીવને માર્ગ’ · આ મધ જેવી વાત છે. સૌને કહેવાની નથી. જીવને દાઝ કરીને ચોટ કરવા જેવી છે. ને આત્મદર્શન થાય. વિચાર કરે, મૂંઝવણ થાય તો માર્ગ મળે. પ.કૃ. પરમાર્થે આનો (લખવાનો) ઉદ્દય હોય તેવે વખતે જ લખતાં, એટલે સામા જીવને પણ નિર્મોહી કરે.
આવા સત્પુરુષો ક્યાં છે ?