________________
(૨૯૧) જીવે સામાન્ય કર્યું તેથી ભૂંડું કર્યું છે. જે લક્ષ લેવાનો તે લેવો. આત્માને તૈયાર થઈ જવું જોઈએ. હિમ્મત હારવી નહીં. મારાથી નહીં બને, રોવું નહીં. કોણ કરશે? આત્મા. તેને છોડવું નથી. જે તારું નથી તેને ના માન, બંધન ના કર. પુરુષાર્થ કર. પુરુષાર્થ કર્યો આ વચન અમૂલ્ય છે. આ તો મહામંત્ર છે. કાલકૂટ ઝેર ઉતારે તેવું સામાર્થ છે. શ્રદ્ધા પૂર્ણ રાખ. હું તો ભૂલ્યો છું ને કંઈ જાણતો નથી, એમ ધાર. તેને જ કહેવું છે. “ગોકુળ ગામનો પિંડ ન્યારો' ડાહ્યા પુરુષને થોડામાં ઘણું થાય. (સમજાય). જીવને રળવાની ખબર નથી. શામાં લાભ થાય તે સમજતો નથી. કહે છે (અજ્ઞાની) હું જાણું છું, જ્ઞાનીની માફક. બધુ તોફાન છે. આ કર્મ છે. સંબંધ. ખાવું, પીવું, બેસવું. જાણવાવાળો એ એકલો આત્મા છે. મારું મારું કર્યું છે તે ખોટું છે. તે ભોગવવું પડશે. આની કુંચી છે કે, બાપની વહુ કહે નહીં, પણ મા કહે થશે. “વિનય'. જ્ઞાનીની દષ્ટિ ફેર છે. દણી ફેરવી દેશે. જ્ઞાનીને હર્ષ શોક બધા સરખા છે. સૂજે એટલું કર્યા કર પણ એ બાબતનો ફેર નહીં. એક વાળ વાંકો ન થાય. કૃપાળુને પૂછ્યું સમ્યફનો અર્થ. ત્યારે તેમણે કહ્યું બે કોર પાણી ને વચ્ચે વજની ભીંત, આ કોરનું પાણી આમાં ન મળે ને આ કોરનું પાણી આમાં ન મળે તેમ, વિશ્વાસ ને માનવાથી જ કલ્યાણ છે. સગાવહાલા મનાશે, પણ જ્ઞાનીના વચન મનાતા નથી. આ તો જુદી જ વાત છે. અજબ ગજબ વાત છે. જીવને સમજવું જોઈએ. સત્સંગમાં મુખ્ય કર્તવ્ય એક ઉદાસીનતા - સંસારના પદાર્થો ઉપર ને બીજુ દરેકમાં ગુણ જેવા. સર્વ જીવ છે સિદ્ધ સમ. આત્મા મૂળ તો શુદ્ધ છે, કર્મને લીધે આત્મા બીજાના દોષ જાએ છે. પણ જીવે પોતાનો અલ્પ માત્ર દોષ હોય તો જોવો જોઈએ. પુરુષનો સંગ થયો નથી. (પંડિતજી – ગુણો બે પ્રકારના છે. -વહેવારીક અને પરમાર્થનો, વહેવારનો દાખલો – કુશળનો કર્તા, પરમાર્થનો દાખલો-શીલ, ત્યાગ, તપ વિગેરે). આત્મા સમરૂપ પરિણમે ત્યારે ગુણ, ત્યાગ અને આત્મા અસમરૂપે પરિણમે ત્યારે દોશ. “આત્મજ્ઞાન ત્યાં મુનીપણું”. દયા શાંતિ, સમતા, ક્ષમા. મુમુક્ષુના લક્ષણ. ક્ષમા કરીને બેસાય નહીં, ક્રોધ કરીને બેસાય નહીં. એક આવે તો બીજું જાય. થાય છે સૌ ભાવથી. શરીરને સુખ નથી, દુઃખ છે. કર્મ છે, સંબંધ છે. કર્મને લઈને સુખ:દુઃખનો રાફડો ફાટ્યો