________________
(૨૭૮)
જ
અનુભવ્યું છે. (મારું અને સર્વ જીવનું શુદ્ધ સ્વરૂપ તે જ્ઞાનીએ જાણ્યું છે, તેવું જ છે) તે જ મને માન્ય છે. તે જ મારું છે, તેમાં જ મારે પ્રેમ, પ્રીતિ, સ્નેહ, ભક્તિભાવ કરવા યોગ્ય છે. તે જ મારે પ્રાપ્ત કરવા યોગ્ય છે, ઈચ્છવા યોગ્ય છે, અનુભવવા યોગ્ય છે, ત્યાં જ તલ્લીનતા કરવા યોગ્ય છે. આવી શ્રદ્ધા થઈ જેને માન્યતા થઈ ગઈ હોય તે દરેક પ્રસંગમાં, સુખમાં, દુઃખમાં, આધિમાં, વ્યાધિમાં કે સંકલ્પવિકલ્પમાં એક આત્મભાવનામાં રહી શકે. પોતાનો અને પરનો ભેદ પાડી શકે.
જડ ને ચૈતન્ય બન્ને, દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બન્ને જેને સમજાય છે; સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે જ્ઞેય પણ, પર દ્રવ્યમાંય છે.
આવી શ્રદ્ધાપૂર્વક માન્યતા નિરંતર વર્તે છે અને પરોક્ષ આત્મભાવમાં
જાગૃત રહે છે તેને સર્વ વ્રત, નિયમ વગેરે આવી જાય છે. તેને કષાયાદિ સર્વ કંઈ જે આવે છે તે છૂટવા માટે આવે છે.
(આ બોધના અનુસંધાનમાં જુઓ પત્ર નં. ૫૭૭ પૃ. ૩૭૭.)
***