________________
Eic :: »
(૨૭) જશે.
દેવદેવીની માન્યતા અથવા આ જ્ઞાની છે, ફલાણા ગુરુ છે, એવી કલ્પના છોડી એક સાચા સદ્ગુરુ ઉપર દઢ થવું.
મનમાં સંકલ્પ વિકલ્પ આવે છે તેથી બમણા આવોને! પરંતુ તે સંકલ્પ વિકલ્પ આવ્યા કોને ? તો “મને એમ જે કહે છે તે “હું તે સંકલ્પ વિકલ્પથી કેવળ ન્યારો છું. “હું” અને “તે” એક નથી. આકાશ અને ભૂમિને જેટલું અંતર છે તેટલું જ તેને અને મારે અંતર છે. મન, ચિત્ત, વિષય, કષાય એ સર્વ જડ છે.
હું” તે બધાને જાણનાર તેથી જુદો એવો આત્મા છું. તેમાં હું અને મારા પણાની માન્યતા હતી તે જ મિથ્યાત્વ કે અજ્ઞાન.
હવે આટલી જ માન્યતા કરી દઢ વિશ્વાસ જેને થશે તેનું કામ થઈ જશે. આટલા બધાં બેઠા છે પરંતુ સાંભળીને તે પ્રમાણે માન્યતા કરી દ્રઢ શ્રદ્ધાપૂર્વક પ્રવર્તશે તેનું કલ્યાણ થઈ જશે.
હું તે મનથી, સંકલ્પથી, વિકલ્પથી, કષાયથી, દેહથી, સ્ત્રીથી, પુત્રથી, ધનથી, ધાન્યથી, વગેરે સર્વથી કેવળ જુદો છું. રોગ થયો હોય, રહેવાતું ન હોય તો પણ એમ જાણવું કે જેનો બહુ નજીક સંબંધ હોય તે પોતાને દેખાય છે. જેમ પડોશીનું ખેતર બળતું હોય તો આપણા ખેતરમાંથી ભડકા દેખાય છે, તેમ વ્યાધિ, રોગ, શોક, ખેદ, કષાય, વિષય એ બધાં પુદ્ગલમાં થઈ રહ્યાં છે. દેહનો ધર્મ દેહ કરે છે, મનનો ધર્મ મન કરે છે, વચનનો ધર્મ વચન કરે છે. તે સર્વ પુદગલ છે. “હું” આત્મા તે સર્વથી ન્યારો છું. માત્ર તેનો જોનાર જાણનાર છું. તેના નાશથી મારો નાશ નથી. તેમાં શાતા કે અશાતાથી મને શાતા કે અશાતા નથી. ગમે તેમ થઈ જાય, ગમે તો નરક, તિર્યંચગતિ થાઓ, ગમે તો મરણ થાઓ પણ એવી અચળ શ્રદ્ધા રહો કે, હું તે બધાથી ન્યારો માત્ર “જોનાર અને જાણનાર' આત્મા છું. તે આત્મા એક જ્ઞાનીએ જાણ્યો છે તેવો છું. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખમય જે મારું સ્વરૂપ તે યથાતથ્ય જ્ઞાની એવા સદ્ગુરૂ ભગવાને જાણ્યું છે. જે આત્મસ્વરૂપ શ્રી સદ્ગુરુએ જાણ્યું છે, જોયું છે, અનુભવ્યું છે, તેવું જ પૂર્વે થઈ ગયેલા સર્વ જ્ઞાનીઓએ જોયું છે, જાણ્યું છે,