________________
- a°
નાના-નાના
(૨૬૮)
લાગે છે, તેથી ગભરાવું નહીં. તમે જેવા તેવા નથી. જગત્ ગમે તેમ કરે તેના સામું જોવું નહિ. સૌની સાથે સંપરાખવો. જાણે કંઈ સમજણ નથી, કંઈ સમજતો નથી એમ કહે તો પણ ખમી ખુંદવું. માન જીવનું ભૂંડું કરે છે. માન વૈરી છે. બીજાને વધારે માન મળતું હોય, બીજા ઉપર વધારે વહાલ કરે તો તે રાગ બંધનું કારણ છે. ઢેષ કરે તો ષ પણ બંધનું કારણ છે. તો બંધના કારણ એવા કોઈના રાગ કે વહાલની ઈચ્છા સમજુ જીવ રાખતો નથી, પણ સમભાવ રાખી, જાણ્યું ન જાણ્યું કરી ખમી ખૂંદે છે. માટે તે માન મૂકી, સૌથી નાના થઈ જાણે કંઈ સમજતો નથી એમ રહેવું. કોઈ કંઈ શિખામણ દે તો તેને કહેવું કે તમારું કહેવું સાચું છે. આત્મહિત થતું હોય તો તેમ કરી લેવું, પર છણકા કરવા નહિ. ખીજવું
નહિં.
“અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હુંય;
એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ?”
એ વગેરે વીસ દોહા, ક્ષમાપનાનો પાઠ, આલોચના તથા સામાયિક પાઠ ભણાય તો દિવસના અડધો પોણો કલાક વખત કાઢવો. કોઈને કંઈ કહેવું થાય તો ધીરજથી કહેવું. કંઈગભરાઈને, ખીજાઈને ક્રોધ કરીને કહેવું નહિ. સૌની સાથે મૈત્રીભાવ રાખવો. ઠાર ઠાર ઓળખાણ રાખવી, નમી જવું અને સૌની સાથે હળીમળીને ચલાય તેમ કરવું. કુસંપ થાય તેમ કરવું નહીં. કોઈને ક્રોધ આવ્યો હોય, અને ખીજીને બોલે તો પણ ધીરજથી, સમતાથી “બા, ભાઈ' કહીને તેનો ક્રોધ મટી જાય તેમ કરવું. તાણાખેંચ કે ખેંચાખેંચ કરવી નહિ, અને એમ કહેવું કે
તમે સમજુ છો.” બા હોય, એના ઉપર ક્રોધ કરવો નહિ. એનો ક્રોધ જતો રહે અને રાજી થાય તેમ કરવું. આટલા ભવની સગાઈ છે, પછી વન વનકી લાકડી. એકલો આવ્યો અને એકલો જશે. કોઈ આપણું હૈયું, છોકરું, મા બાપ થયું નથી અને થવાનું નથી, થશે નહિ. જે ક્ષમા નહિ કરીએ અને કષાય એટલે ક્રોધ વેરભાવ કરીએ તો કર્મ પાછાં બીજા બંધાશે. માટે ખરો ઉપાય સમતા, ક્ષમા છે. તે જ ગુસ તપ છે. મનુષ્યભવ પામ્યા છીએ તે ચિંતામણિ સમાન છે. તેમાં સુખ, દુઃખ આવે તે ખમી ખુંદવું, અકળાવું નહિ. કર્મ છૂટવાનો અવસર આવ્યો