________________
E
+
(૨૫૦) પરમ કૃપાળુ દીન દયાળુ
પરમ કૃપાળુ દીન દયાળુ, જીવનના આધાર પ્રભુજી; સચરાચર જગદીશ્વર ઈશ્વર,ઘટ ઘટમાં વસનારે પ્રભુજી. ૧ ઊર્મિઓ શુભ જાગે મારી, ભ્રમણાઓ સહુ ભાંગે મારી; માયાનું આ ઝેર ઉતારો,અમૃતના સિંચનાર પ્રભુજી. ૨ અંધારું અંતર ઓરડીએ, પલ પલમાંહી પાપે પડીએ; ભક્તિની જ્યોતિ પ્રગટાવો,પ્રકાશના કરનાર પ્રભુજી. ૩ જોગીશ્વર નવ જાણે ભેદો, ગુણલા ગાતાં થાકે વેદો; પામર ક્યાંથી જાણે પુનિત, ગુણગુણના ભંડાર પ્રભુજી. ૪