________________
(૨૩૪)
તારાં દર્શનથી જિનરાય રે, મહાસુખ ઉરે ઉલસાય રે; . જેમ ચંદ્ર પૂનમનો જોઈ રે, ઉછળે ઉદધિ વૃતિ ખોઈ રે. ૨૮ તારાં દર્શનથી જિનરાય રે, ઉરમાં આનંદ નહિ માય રે; ઈન્દ્ર નેત્ર હજાર બનાવે રે, તોય આનંદ આવો ન આવે રે. ૨૯ તારાં દર્શનની જિનરાય રે, મુજ મિત્ર આ ભવ પણ થાય રે; તુજ દર્શને આ ભવે પામ્યો રે, સઘળો શોક જેથી વિરામ્યો રે. ૩૦ તારાં દર્શનથી જિનરાય રે, ભક્તિરાગી ભવ્યોને થાય રે. લીલામાત્રમાં સિદ્ધિ સઘળી રે, પહેલાં શ્રમથી પણ જે ન મળી રે ૩૧ તારાં દર્શનથી જિનરાય રે, શુભગતિનું સાધન થાય રે; મરણકાળે ધીરજ એથી આવે રે, નિર્ભય થઈ પરલોકે જાવે રે ૩૨ તારા દર્શનથી જિનરાય રે, પ્રાપ્તિ ચરણકમળની થાય રે; તેથી બાકી રહે નહિ કાંઈ રે, કોને દર્શન ઈચ્છા નાહિ રે ૩૩ તારાં દર્શનથી જિનરાજ રે, પદ્મનંદિ-દર્શન સ્તુતિ કાજ રે; ત્રિકાળ, પ્રભુ, જે ભણશે રે, જન્મ મરણ તે નિજ હણશે રે. ૩૪ તારાં દર્શનથી જિનરાય રે, થયું સ્તવન જન સુખદાય રે; ભવ્યને ભણવા યોગ્ય ભાળ રે, જગમાં જય પામો ત્રિકાળ રે. ૩૫ તારાં દર્શનથી જિનરાય રે, (ગુરુરાય રે) જીવન-વસંત સમ્યફ થાય રે અનુવાદ થયો ગુરુ ચરણે રે, વસંતપંચમીએ સંત ચરણે રે. ૩૬