________________
(vi)
આર્યધર્મ (પત્ર પ૩૦) આર્યધર્મની વ્યાખ્યા કરવામાં સૌ પોતાના પક્ષને આર્યધર્મ કહેવા ઈચ્છે છે. જૈન જૈનને, બૌદ્ધ બૌદ્ધને, વેદાંતી વેદાંતને આર્યધર્મ કહે એમ સાધારણ છે. તથાપિ જ્ઞાની પુરુષો તો જેથી આત્માને નિજસ્વરૂપની પ્રાપ્તિ થાય એવો જે આર્ય (ઉત્તમ) માર્ગ તેને આર્યધર્મ કહે છે અને એમ જ યોગ્ય છે.
આર્ય આચાર અને આર્ય વિચાર (પત્ર ૭૧૭) આર્ય આચાર એટલે મુખ્ય કરીને દયા, સત્ય, ક્ષમાદિ ગુણોનું આચરવું તે.
- આર્ય વિચાર એટલે મુખ્ય કરીને આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, વર્તમાનકાળ સુધીમાં તે સ્વરૂપનું અજ્ઞાન, તથા તે અજ્ઞાન અને અભાનના કારણો, તે કારણોની નિવૃત્તિ અને તેમ થઈ અવ્યાબાધ આનંદસ્વરૂપ અભાન એવા નિજ સ્વરૂપ વિષે સ્વાભાવિક સ્થિતિ થવી તે.
ભક્તિ” એટલે શ્રદ્ધા-તે હોય તો પછી ભણેલો હોય કે અભણ હોય તે મોક્ષ મેળવી શકે છે. તે “સત્પાત્ર” થાય છે.
મોક્ષને માટે કોની અને કેવી રીતે આજ્ઞા ઉપાસાવી
“જીવને રાગદ્વેષ અજ્ઞાનનો અભાવ અર્થાત્ તેથી છૂટવું તે મોક્ષ છે. તે જેના ઉપદેશે થઈ શકે તેને માનીને અને તેનું પરમાર્થ સ્વરૂપ વિચારીને સ્વાત્માને વિષે પણ તેવી જ નિષ્ઠા થઈ, તે જ મહાત્માના આત્માના આકારે (સ્વરૂપે) પ્રતિષ્ઠાન થાય ત્યારે મોક્ષ થવો સંભવે છે.” બાકી બીજી ઉપાસના કેવળ મોક્ષનો હેતુ નથી. તેના સાધનનો હેતુ થાય છે, તે પણ નિશ્ચય થાય જ એમ કહેવા યોગ્ય નથી.
તેમને” માનીને મોક્ષ કેવી રીતે મળે છે તેનો ક્રમ નીચેના શબ્દોમાં આવી જાય છે. તે ક્રમ અનુભવમાં આવે છે. શબ્દોમાં લખી શકાય તેવું નથી.