________________
છે
૧૩
(૨૨૯) કરવાં ન કરવાં વ્રતનિયમ, અધિકાર છે એ આપનો, પ્રકૃતિ છે એ કર્મની, ના મહત્તા એની જ ગણો; શ્રીમદ્ કૃપાળુ જ્ઞાની સાચા,' વચન મુજ એ માનજો, જે એક શ્રદ્ધા એ થશે, સમકિત-સિદ્ધિ માણજો. દેહાત્મબુદ્ધિ દૂર કરવા, આત્મવૃત્તિ ઉગાડવા, અદ્ભુત બ્રાહ્મીવેદના, ઉર રોમ રોમ જગાડવા; સંસાર-ફ્લેશ સમસ્ત ખોવા, શાંતિ શાશ્વત પામવા, અમૃતરસ રેલાવતા, રાજેશ રોજ ઉપાસવા. એ શુદ્ધ આત્મદશા અહો ! એ જીવનમુક્તિ સુખ કહો, વીતરાગતા, સહજાન્મતા, ઈત્યાદિ નામ અનેક હો; ઐશ્વર્ય આત્મિક પ્રગટ પ્રગટાવ્યું પ્રભુ જયવંત હો ! રે ! તરણતારણ ધર્મ-ધારણ, સિદ્ધિ-કારણ ઉર રહો. જેણે હૃદય મંદિરમાં, એ દિવ્ય જ્ઞાની ધારિયા, શ્રદ્ધા પ્રતીતિ ભક્તિભાવે એક એ નિર્ધારિયા, તેણે અનંતા સિદ્ધ છે; મુક્તિ સુખે વિરાજતા, તે સર્વને હૃદયે ધર્યા, સહજાત્મરૂપે રાજતા. એ ભાગ્યશાળી, શુદ્ધ આત્માને ખરે ઉપાસતા, સહાત્મને ભજતાં સદા, સહજાત્મતા પ્રગટાવતા; એવા રૂડા જીવો ઘણા, જે સત્યને વળગ્યા અહો ! તે દેખતાં ઉર ઉલ્લસ, નિવૃત્તિ માર્ગ ભલો ગ્રહ્યો. એ પકડ અંતરમાં હવે, અત્યંત નિશ્ચળ ધારવી, પ્રારબ્ધ ઉદયે દુઃખ આવે, તોય એ ન વિસારવી; આવે ભલે વ્યાધિ મહા, સંકટ વિકટ આવે ભલે, આ દેહ છૂટે તો ભલે પણ પ્રતિત આ કદિ ના ચળે.
૧૪
૧૫
૧૬
૧૭