SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર. ૧ (૨૦૪) શ્રી અનંતનાથ સ્વામી સ્તવન (શ્રી આનંદઘનજી કૃત) ધાર તરવારની સોહલી, દોહલી, ચૌદમા જિનતણી ચરણ સેવા; ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા. એક કહે સેવીએ વિવિધ કિરિયા કરી, ફલ અનેકાંત લોચન ન દેખે; ફલ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિ માંહિ લેખે. ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં, તત્વની વાત કરતાં ન લાજે; ઉદર ભરણાદિ નિજ કાજ કરતા થકા, મોહ નડિયા કલિકાલ રાજે. ધાર. ૨ ધાર. ૩ વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચો, વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફલ, સાંભળી આદરી કાંઈ રાચો. ધાર. ૪ દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે, કિમ રહે શુદ્ધ શ્રદ્ધા ન આણો; શુદ્ધ શ્રદ્ધાન વિષ્ણુ સર્વ કિરિયા કરી. - છાર પર લીપણું તે જાણો. ધાર.૫
SR No.009223
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorLaghuraj Swami
PublisherShrimad Rajchandra Aradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy