________________
(૧૯૮) સસ્સા સઘળે સુંદર શ્યામ, હરિ વિના નહિ ઠાલો ઠામ; અનેક રૂપે એના નામ, આદિ અંતે એક જ રામ; જો સમજે તો પૂરણ કામ,સસ્સા સઘળે સુંદર શ્યામ. ૩૨ હહહા હરિ ભાળો ભરપૂર, દોષ કર્મ તો રહેશે દૂર; રવિને રજની નહિ કો કાળ, તેમ આતમા પૂરણ ભાળ; નિર્મળ નયણે નિરખો નૂર, હહહા હરિ ભાળો ભરપૂર. ૩૩ સૌ અક્ષર સંપૂરણ થયા, હરિ ગુરુ સંતે કીધી દયા; અક્ષર અક્ષર આતમબોધ, જે સમજે તો ટળે વિરોધ; સંવત અઢાર બત્રીસની સાલ, ચૈત્ર સુદી સાતમ સોમવાર; સંદેસર સાધુનું ધામ, ઠાકોર કુંજબિહારી નામ; પ્રીતમ પ્રેમે અક્ષર કહ્યા, હરિ ગુરુ સંતે કીધી દયા. ૩૪
-
I