SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ?િ ને ! (૧૯૭) ભમ્ભા ભજન થકી ભય ટળે, નિશ્ચય કાળ કરાળ ન ગણે; ભેખ ધરે જો સિદ્ધિ થાય, ભાંડ ભવૈયા વૈકુંઠ જાય; જેવા ભાવ તેવા હરિ ફળે, ભમ્ભા ભજન થકી ભય ટળે. ૨૪ મમ્મા માયા મનની જાણ, મારું તારું ખેંચાતાણ; સઘળે સરખો આતમરામ, સાંધા વાંધા મનનું કામ; માટે મન હરિચરણે આણ, મમ્મા માયા મનની જાણ. ૨૫ યસ્યા જીવપણું જેહને, સંશય શોક સદા તેહને; આતમ બુદ્ધિ ન ઉપજે કદા, આશા તૃષ્ણા બહુ આપદા; દેહદર્શી દેખે દેહને, યથ્યા જીવપણું જેહને. ૨૬ રરરા રામ ભજનમાં રહે, બીજું બકવું મૂકી દે; વળતો શીદ વદે છે વાત, નીર વલોવે નાવે સ્વાદ; હરિનું હારદ હેતે ગ્રહે, રરરા રામ ભજનમાં રહે ૨૭ લલ્લા લે તું આતમ લ્હાવ, ફરીફરી નહિ આવે દાવ; છતી બાજી હારીશ નહિ, સમજુને શિખામણ કહી; હવે ન ચૂકીશ આવ્યો દાવ,લલ્લા લે તું આતમ લ્હાવ. ૨૮ વવ્યા વેદ વચન નિરધાર, જે પ્રી છે તે પામે પાર; ઊંચ નીચનું અંતર નથી, સમજ્યા તે પામ્યા સદ્દગતિ; સંશય સૌ તજવો અહંકાર, વવ્યા વેદ વચન નિરધાર. ૨૯ શશા સાધન સર્વે થયું, જેનું ચિત્ત હરિ ચરણે રહ્યું; હરતાં ફરતાં હરિનું ધ્યાન, તપ તીરથ તેને બહુ દાન; કોટિ વિધાન ભય દુષ્કૃત ગયું,શશા સાધન સર્વે થયું. ૩૦ ખમ્મા ખાંડના બીબાં ભરે, કોયલ કાગડો કુંજર કરે; મીન મગર બહુ જળચર જાત, જેવું બીબું તેવી ભાત; મિસરી જોતાં તો મન ઠરે,ખમ્મા ખાંડનાં બીબાં ભરે. ૩૧
SR No.009223
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorLaghuraj Swami
PublisherShrimad Rajchandra Aradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy