________________
A
(૧૯૦)
ઢાળ સાતમી
સાતમી પ્રભા દૃષ્ટિ-વિચાર
અર્ક પ્રભાસમ બોધપ્રભામાં, ધ્યાન પ્રિયા એ દિકી; તત્ત્વ તણી પ્રતિપત્તિ ઇહાં વળી, રોગ નહીં સુખ પુષ્ઠીરે. ભવિકા વીર વચન ચિત્ત ધરીએ.
સઘળું પરવશ તે દુ:ખ લક્ષણ, નિજવશ તે સુખ લહીએ, એ દ્રષ્ટ આતમ ગુણ પ્રગટે, કહો સુખ તે કુણ કહીએરે? ભ.
નાગર સુખ પામર નવિ જાણે, વલ્લભ સુખ ન કુમારી; અનુભવ વિણ તેમ ધ્યાનતણું સુખ,કોણ જાણે નરનારીરે ? ભ.
એહ દ્રષ્ટિમાં નિર્મળ બોધે, ધ્યાન સદા હોય સાચું; દૂષણ રહિત નિરંતર જ્યોતિ; રત્ન તે દીપે જાચુંરે. ભ.
વિષભાગક્ષય, શાંતવાહિતા, શિવમારગ ધ્રુવનામ; કહે અસંગ ક્રિયા ઇંહાં યોગી, વિમલ સુયશ પરિણામ રે. ભ.