SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬૨) ૧૧ સદ્ગુરુનો સહવાસ એ પરમ પ્રાયશ્ચિત - વ્યક્ત અવ્યક્ત વિકલ્પનાં જાળાં, લોક પ્રમાણ અસંખ્ય, ગુંથી ઘેંચાયો દોષ અસંખ્યું, જીવ એ વાત નિઃશંક; સર્વ વિકલ્પ જનિત દૂષણનાં પ્રાયશ્ચિતો નથી શાસ્ત્ર, તો તે દોષો નિવારણ થાયે, સદ્ગુરુના સહવાસે. હે ! ગુરુરાજ. ૧૨ સદ્ગુરુના સહવાસ માટે યોગ્યતા - સંગ તજી, સત્કૃત-સાર ગ્રહીને, શાંત બનીને એકાંતે, બાહ્ય પદાર્થથી મુક્ત કરી મન ઈંદ્રિય ને ઈચ્છાને; વિધિથી સમ્યક્જ્ઞાનમૂર્તિ નિત્ય, આપની ઉરે ધરે જે, તે ભવ્ય તુજ સહવાસ લહે છે, ધન્ય ધન્ય તે નિશ્ચે છે. હે ! ગુરુરાજ. ૧૩ સદ્ગુરૂ યોગમાં વિઘ્ન જે પદ દુર્લભ બ્રહ્માદિને પણ, નિશ્ચે મળે પ્રભુ પામી, પૂર્વ ભવોમાં કષ્ટ કરેલાં, પુણ્યો પમાડે સ્વામી; અર્હજ઼િનેંદ્ર ! ઉપાય બતાવો-તુમ સહવાસ ચહું હું, ચિત્ત ચરણમાં ધરવા જતાં તો બાહ્ય દોડે હું કરું શું ? હે! ગુરુરાજ. ૧૪ મનની ચંચળતા સંસાર તો બહુ દુ:ખદાયી નક્કી, સુખદાયી શિવપદ સાચું, મોક્ષ માટે ઘરબાર તજી સૌ, વને વસું, નહિ યાચું; ૧. વિકલ્પોની શુદ્ધિ આપની સમીપમાં જ થાય છે. ૨. અખંડ અને નિર્મળ સામ્યજ્ઞાનની મૂર્તિરૂપ આપમાં મન સ્થિર કરીને આપને દેખે છે તે આપની સમીપતા પામે છે.
SR No.009223
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorLaghuraj Swami
PublisherShrimad Rajchandra Aradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy