________________
(૧૫૯) આ મોહ ને અજ્ઞાનથી, મૂકાવનારા આપ છો, કરુણા કરી સબોધ ખગે, શત્રુ-શિરો કાપજો; અમૃત વાણી આપની, પીધા કરું એ યાચના, વળી આપના ચરણે વસીને ઉચ્ચરું આલોચના. ૫
૧ મંગલ પ્રાર્થનાહે ગુરુરાજ ! તમે જાણો છો સઘળું, છોરુ અમે તો તમારાં, બાંહ્ય ગ્રહી હવે શરણે રાખો, પાપ પ્રજાળો અમારાં; શક્તિ નહીં કંઈ કરી શકવાની, જ્ઞાન નથી બળવાળું, આ કળિકાળમાં નામ તમારું, કલ્યાણ કરજો અમારું .
હે! ગુરુરાજ. ૨ પ્રભુ સ્મરણનો પ્રભાવઆનંદસાગર પ્રભુ, આપ અનુપમ, તત્ત્વ સ્વરૂપ તમારું, સમ્યક દર્શન-જ્ઞાન-ચારિત્રે, ચિત્ત વહે જે અમારું; આપના નામની સ્મૃતિરૂપી જે, મંત્ર અનંત પ્રભાવી, હોયે સજજનના વિમલ હૈયે તો વિદન શકે કેમ આવી ?
હે! ગુરુરાજ. ૩ સંતનો આદર્શ સંગ તજી, રાગ તજી, સમતા સજી, પ્રભુ કર્મોનો નાશ કરીને, જ્ઞાતા ઋા થયા વિશ્વ સકળના સુખ વીર્ય અનંત વરીને, સંસાર ત્યાગ કર્યો આવા ક્રમે તમે, શુદ્ધ સ્વભાવી બનીને, તેથી તવ ચરણકમળની સેવા સંતોએ પ્રિય ગણી છે.
હે! ગુરુરાજ.