________________
કપ
- 1
!
! જ કામ નામના એક
(૧૪૩)
“નમોહત” સૂત્ર નમસ્કાર હો અરહંતોને નમસ્કાર હો સિદ્ધોને નમસ્કાર હો આચાર્યોને નમસ્કાર હો ઉપાધ્યાયોને તથા નમસ્કાર હો સર્વ સાધુઓને
“ઉવસગ્ગહર” સ્તોત્ર જેઓ સઘળા ઉપદ્રવોને દૂર કરનારા છે, ભક્તજનોને સમીપ છે, ચારે ઘાતી કર્મથી મુક્ત થયેલા છે, જેમના નામ સ્મરણથી સર્પના વિષનો નાશ થાય છે તથા જેઓ મિથ્યાત્વાદિ દોષોને દૂર કરે છે અને જેઓ મંગલ તથા કલ્યાણના ધામરૂપ છે (મંગલ અને કલ્યાણનું સ્થાન આધાર છે) તેવા શ્રી પાર્શ્વનાથને હું વંદન કરું છું.
પાર્શ્વનાથ પ્રભુના નામથી યુક્ત) વિસહરફુલિંગ નામના મંત્રનું જે મનુષ્ય એકાગ્ર મનથી રટણ કરે છે તેના દુષ્ટ ગ્રહો, અનેકવિધ રોગો, મરકી અને દુષ્ટ વિષમ જવરો શાંત થઈ જાય છે.
તે મંત્રની વાત બાજુ રાખીએ તોપણ હે પાર્શ્વનાથ ! તમને કરેલો પ્રણામ પણ બહુફળ આપનારો થાય છે કારણ કે તમને માત્ર પ્રણામ કરનારા જીવો પણ મનુષ્ય અને તિર્યંચ ગતિને વિષે દુ:ખ તથા દુર્દશા અનુભવતા નથી.
ચિંતામણિ અને કલ્પવૃક્ષથી પણ અધિક શક્તિ ધરાવનારું તમારું સમ્યકત્વ પામવાથી જીવો સહેલાઈથી મુક્તિપદને પામે છે.
હે મહાયશસ્વી પ્રભુ! મેં તમારી સ્તવના ભક્તિથી ભરપૂર હૃદય વડે કરી છે તો ભવોભવમાં મને તમારું સમ્યકત્વ મળજો (આપજો)-એટલે દરેક ભવમાં બોધિ અને સમક્તિ આપો-એટલું હું માનું છું.