________________
દ્વારા તાર
(૧૪૨) ૭. કોઈથી હણાય નહીં એવા શ્રેષ્ઠજ્ઞાન અને દર્શનને ધારણ કરનારા છે, છસ્થ અવસ્થા તેમની દૂર છે એટલે ઘાતિ કર્મનો નાશ થયો છે.
૮. જેઓ રાગ અને દ્વેષનો જય કરવાથી સ્વયં જિન બનેલા છે, તથા ઉપદેશ વડે બીજાઓને પણ જિન બનાવનારા છે, પોતે સંસાર સમુદ્રને તરી ગયા છે અને બીજાને તારે છે, પોતે બોધ પામેલા છે અને બીજાને બોધ પમાડનારા છે, પોતે કર્મથી મુક્ત થયા છે અને બીજાને તેથી મુક્ત કરનારા છે, તથા ઉપદ્રવરહિત (શિવ) નિશ્ચલ (સ્થિર), વ્યાધિ અને વેદનારહિત, અંતરહિત, ક્ષયરહિત બાધાપીડારહિત, અને જ્યાંથી પાછું કોઈ વખત આવવાનું નથી એવા “સિદ્ધગતિ” નામના સ્થાન પામેલા છે, સર્વ ભયને જીતનારા છે એવા જિનેશ્વરોને નમસ્કાર કરું છું.
જેઓ અતીતકાળમાં સિદ્ધ થયા છે, જેઓ ભવિષ્યકાળમાં સિદ્ધ થનારા છે, અને જેઓ વર્તમાનકાળમાં અરિહન્તરૂપે વિદ્યમાન છે, તે સર્વને મન, વચન અને કાયા વડે ત્રિવિધ વંદન કરું છું.
અથ જાવંતિ ચેઈઆઈ' સૂત્ર ઊર્ધ્વલોક, અધોલોક અને મનુષ્યલોકમાં જેટલાં પણ ચૈત્યોજિનબિંબો હોય તે સર્વને અહીં રહ્યો છતાં હું વંદન કરું છું.
જાવંત કે વિ સાહુ સૂત્ર ભરત, એરવત અને મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા જે કોઈ સાધુ મન, વચન અને કાયાથી સપાપ પ્રવૃત્તિ કરતા નથી, કરાવતા નથી તેમ જ કરતાને અનુમોદન આપતા નથી, તેમને હું વંદું છું.