________________
(૧૨૪)
સમર સમર અબ હસત હૈ, નહિ ભૂલેંગે ફેર. જહાં કલપના-જલપના, તહાં માનું દુ:ખ છાંઈ; મિ. કલપના-જલપના, તબ વસ્તુ તિન પાઈ. હે જીવ, ક્યા ઈચ્છત હવે ? હે ઈચ્છા દુ:ખમૂલ; જબ ઈચ્છાકા નાશ તબ મિટે અનાદિ ભૂલ. ઐસી કહાંસે મતિ ભઈ, આપ આપ હૈ નાહિ; આપનકું જબ ભૂલ ગયે, અવર કહાંસે લાઈ. આપ આપ એ શોધસે, આપ આપ મિલ જાય; આપ મિલન નય બાપકો, ... ... .
મું.વૈ.વદ ૪, ગુરુ, ૧૯૪૬. .
(૧૯)
ઉનમ:
૧. બીજાં સાધન બહુ કર્યા, કરી કલ્પના આપ,
અથવા અસદ્ગુરુ થકી, ઊલટો વધ્યો ઉતાપ. પૂર્વ પુણ્યના ઉદયથી, મળ્યો સદ્ગુરુ યોગ,
વચન સુધા શ્રવણે જતાં, થયું હૃદય ગતશોગ ૩. નિશ્ચય એથી આવિયો, ટળશે અહીં ઉતાપ;
નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ.
મોરબી, આસો, ૧૯૪૬.