________________
E;
(iv)
આજ્ઞા કરી છે. આપનાથી તેઓ અપ્રગટપણે વર્તે છે. તથાપિ આપ તેમની પાસે પ્રગટ છો........ તેમ ‘જ્ઞાનાવતારની' અનન્ય ભક્તિ પણ લક્ષમાં રાખજો.’’ (પત્ર ૧૬૭)
ધંધુકામાં ધારસીભાઈ શ્રીના દર્શન માટે ગયેલા ત્યારે શ્રી ધારસીભાઈએ કહેલું :
‘‘સંવત ૧૯૫૭માં શ્રીમદ્જીનો દેહ છૂટતાં પહેલાં પાંચ છ દિવસ અગાઉ હું રાજકોટ દર્શન કરવા ગયેલો તે વખતે તેઓશ્રીએ કહેલું કે શ્રી અંબાલાલ, શ્રી સોભાગ્યભાઈ અને આપને (શ્રીને) તેઓશ્રીની હયાતીમાં અપૂર્વ સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત થયું છે.’’
ચૈત્ર વદ ૪ ની સાંજે તેમને (ધારસીભાઈને) મોરબી જવાનું હોવાથી શ્રીમદ્દ્ની રજા માગી, તે વખતે શ્રીમદે વારંવાર કહ્યું :-‘‘ઉતાવળ છે ?’’- શ્રી ધારસીભાઈ એ કહ્યું ‘‘બે ચાર દિવસમાં પાછો આવીશ.’’ છેવટે શ્રીમદે કહ્યું : “ધારસીભાઈ ઘણું કહેવાનું છે. અવસર નથી. અમારા સમાગમે ત્રણ પુરુષો સ્વરૂપને પામ્યા છે. સૌભાગ્યભાઈ, અંબાલાલ તથા મુનિશ્રી લલ્લુજી.’’
શ્રીનો શ્રીજી સંબંધી અનુભવ
શ્રી :- ‘‘પોણોસો વર્ષ જેટલું આ આયુષ્ય પહોંચ્યું તો મોક્ષમાર્ગનો મર્મ પ્રગટ કરનાર એ મહાપુરુષે કહેલાં વચનો યથાર્થ ફળીભૂત થયેલાં દેખાયાં. પ્રેમપ્રતીતિ વર્ધમાન થયે તે સદ્ગુરૂનું માહાત્મ્ય અને આશ્રયનું સ્વરૂપ તથા સાર્થકપણું અત્યંત અપરોક્ષ સત્ય દેખાય છે.’’
શ્રીનો અનુભવ જૂનાગઢમાં
‘‘અત્રેની કોઈ અદ્ભુત વિચારે અને આત્મિકસુખ અનુભવમાં આવે છે તે કહી શકાતું નથી. અનંત શક્તિ છે, સિદ્ધિઓ છે, પૂર્વભવ પણ જણાય છે, આનંદ આનંદ વર્તે છે-એક જ શ્રદ્ધાથી.’’