________________
(૯૦)
દુષમ કાળનો મહાવીર
અથવા
કળિયુગનો કેવળી
જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઈચ્છા કે સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઈચ્છા પણ
નિવૃત્ત થઈ છે, તેને હે નાથ !
તું તુષ્ટમાન થઈને
–
પણ બીજું શું આપવાનો
હતો ?
હે કૃપાળુ ! તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છૈયે અને એ જ અમારો પરમાનંદ છે.
કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો પોતાની મતિ કલ્પનાથી મોક્ષમાર્ગને કલ્પી, વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરવા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે.
વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઈ ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીવોને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી થાય ?
ઓ દુષમકાળના દુર્ભાગી જીવો ! ભૂતકાળની ભ્રમણા છોડીને વર્તમાને વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો એટલે તમારૂં શ્રેય જ છે.
સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઈચ્છતા પરમાર્થપ્રેમી જીજ્ઞાસુ જીવોની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે