________________
(૮૧)
સમાધાન
સદગુરુ ઉવાચ
હોય ન ચેતન પ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ, જડ સ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી ધર્મ. ૭૪ જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ, તેથી સહજ સ્વભાવ નહિ, તેમ જ નહિ છવધર્મ. ૭૫ કેવળ હોત અસંગ જો, ભાસત તને ન કેમ ? અસંગ છે પરમાર્થથી, પણ નિજ ભાને તેમ. ૭૬ કર્તા ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ, અથવા પ્રેરક તે ગયે, ઈશ્વર દોષ પ્રભાવ. ૭૭ ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ, વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ. ૭૮
શંકા
શિષ્ય ઉવાચ જીવ કર્મ કર્તા કહો, પણ ભોક્તા નહિ સોય, શું સમજે જડ કર્મ કે, ફળપરિણામી હોય. ૭૯ ફળદાતા ઈશ્વર ગયે, ભોક્તાપણું સધાય, એમ કહે ઈશ્વરતણું, ઈશ્વરપણું જ જાય. ૮૦ ઈશ્વર સિદ્ધ થયા વિના, જગત નિયમ નહિ હોય, પછી શુભાશુભ કર્મનાં, ભોગ્ય સ્થાન નહિ કોય. ૮૧