________________
કોઈ અપૂર્વ વાત છે, અપૂર્વ જોગ છે, એવું લાગવાથી એક બે આવે, પછી ઘણાં આવે. પછી અપૂર્વ વાત શું છે, તે જાણવાને બદલે, કહેનારની વાત અપૂર્વ છે તેવું થાય છે. પછી તે “અપૂર્વ વાત છે” તે બધાનો અર્થ કહેનારની વાત સાથે સરખાવતાં, કહેનારની વાત અપૂર્વથી પણ અપૂર્વ લાગે છે. કારણ કે અપૂર્વ શું, તે તો ખબર નહીં હોય – પોતાની સમજણથી સમજાય તે અપૂર્વ લાગે તેથી કહેનારની વાત તો સાંભળનારને ખુશ કરવાની હોય છે, તે સમજી શકે છે. તેથી ત્યાંજ ચોંટી પડે છે ને - માર્ગ પ્રગટ કરવાને બદલે – માર્ગનું મહાતમ રહ્યું નહીં. પછી સ્થળનું મહાતમ થાય છે, કહેનારનું મહાતમ થાય છે. સ્થળ અને કહેનારનુ મહાતમ થયું ત્યાં પછી માર્ગનું મહાતમ રહેતું નથી, માર્ગ લોપ થઈ જાય છે. પ્રગટ થવાને બદલે માર્ગ ઢંકાઈ જાય છે.