SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ કરવા . સાકાર નતાશા (૫૮) સાધુને હંમેશાં સમતા હોય’ – આનું નામ ચારિત્ર, સમભાવ. સાધુ બધે આત્મા જુએ, સિદ્ધ સમાન જુએ. થઈ રહ્યું-આટલું સમજાય તો થઈ રહ્યું! ભક્તામર’ વગેરે સ્તોત્ર છે. પણ વીસ દોહા બધાનો સાર છે. કોણે આપ્યા છે ? ઉ.મૃ.પૃ.૧૮૭ આત્મા કરવા જ આવ્યો છે; પણ કર્મ, કર્મને કર્મ કરે છે તે બંધન છે. કૃપાળુદેવનાં વચન-વીસ દોહા અપૂર્વ છે ! પણ જીવે સામાન્ય કરી નાખ્યા. અલૌકિક દૃષ્ટિથી વિચાર નથી કર્યો. આવું ચિંતામણિ રત્ન તે કાંકરાની માફક જાણ્યું. આ વચન ! કૃપાળુદેવની કૃપાથી મળેલા વીસ દોહા આત્મભાવથી બોલવાના છે. અને ઉપયોગમાં રહે તો કર્મની કોડ ખપે છે. “પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડયો ન સદ્ગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરિકે કોણ ઉપાય ?' આ સવાલ નીકળ્યો. તેમાં ઉપયોગ આવી જાય તો કોટિ કર્મ ખપી જાય. આ ભાવના, ઈચ્છા કરે તો બીજી માઠી ગતિનો નાશ થઈ દેવની ગતિ થાય. આવું છે; તે સામાન્યમાં અને લૌકિકમાં કાઢી નાખ્યું. આ સંભળાતું હશે?
SR No.009223
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorLaghuraj Swami
PublisherShrimad Rajchandra Aradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy