________________
(૫૭)
વીસ દોહરા મહાતમ
આત્માએ સુખદુ:ખ કર્યું છે – હવે આત્માનું અવલંબન લે, શરણુ લે તો સુખદુઃખ રહેશે નહી-વીસ દોહા આત્માનું અવલંબન કરાવવા માટે છે.
“એને’’
ભૂલીને વિચાર ન કર.
‘એને” – ભૂલવું તે જ ભૂલ છે.
ઉ.મૃ.પૃ. ૪૬૭
વીસ દોહા ચિંતામણિ છે. જેમ વહેવારમાં પરસાદી વહેંચવામાં આવે છે તેમ પરસાદી છે. ઉઘાડું પાડીને અંદર કહ્યું છે. કોઈ એવી દવા હોય છે કે માંદો ખાય તોપણ ગુણ કરે અને સાજો ખાય તોપણ ગુણ કરે; તેવી આ ઉદ્વાર થવા માટે દવા છે. દવા માટે દૂધ પાણીની જરૂર પડે છે તેમ આને માટે શું જરૂરનું છે ?
(ચર્ચા થયા પછી)
બધાની વાત સાચી છે. પણ કોઈએ ગાળ દીધી હોય તો વારે ઘડીએ સાંભર્યાં કરે; તેમ તમે બધા જાણો છો છતાં ભાર દઈને કહેવાનું કે ‘ભાવ’ જોઈએ. આ ખાસ લક્ષમાં રાખજો. બધા સામાયિક કરે છે. પણ પૂણિયા શ્રાવકનું જ સામાયિક વખણાયું. તેમ ભાવ ભાવમાં ફેર છે.
>>