________________
ભણવાની મથામણો તે પછી ઘણી કીધી; ગીતા, ઉપનિવદ, ભાગે, ભાગવતાદિ. અંગ્રેજી આઘુંપાનળ ભણી નાખ્યું. પણ , સરફર. ટૂંકપૂજેિ જ રહેશે.
આમ હિંદુ ધર્મસંસ્કૃતિ, શાત્રા દર્શન અને વિચારણાનો પરિચય તે ડોક ભાગ્યને બળે પામે; પણ જેને વચ્ચે જિંદગી વીત્યા છતાં જૈનદર્શન, શાસ્ત્ર, વિચારણાની બાબતમાં ધાર ર. દેવઅપાશરે જાઉં, સાધુસાધ્વીઓનાં વખાણ સાંભળું, ઘરઆંગણે ગોચર કરવા આવે ત્યારે ય વાત થાય. પણ મન કળે નહિ. વાતાવરણ તંગ, સાધુસાધ્વીઓ બધાં લકીરના ફકીર, ઠીંગરાએલાં ઓશિયાળાં જેવા લાગે. એમની પ્રાચીન પરિભાષા ને સંકીર્ણ આચારવિચારની સૃષ્ટિમાં મને સળ ન સૂઝે.
આમ ઉમ્મર વધતી ગઈ તેમ હિંદુ શાસ્ત્ર સંસ્કૃતિ આદિન વિચારણામાં જેમ કંઈકે ચંચુપાત કરી શક્યો, તેમ જૈન સાહિત્ય જે કંઈ ઉપલબ્ધ હતું તે તરફ મને કશું ખેંચાણ થઈ શકયું નહિ. બે જ પ્રસંગે વહેલેના ફક્ત યાદ રહ્યા છે. રામાયણ મહાભારતના વિખ્યાત પંડિત કલ્યાણવાળા રાવબહાદુર ચિંતામણરાવ વઘ મારા ગુજનામાં હતા. રિટાયર થયા પછી રોજ બપોરે મુંબઈ ટાઉનહોલની રૉયલ એશિયાટિક સોસાઈટીની લાઈબ્રેરીમાં આવે ને હું એમની પાસે ભણું. કામધેન. પારસે મૂકે તેમ એમની જ્ઞાનગંગાના ધેધ છૂટે ને હું ચસચસ પીઉં. બે ત્રણ વર્ષની એ શ્રવણ-ભક્તિમાંથી મને ઘણું ઘણું મળ્યું. એકવાર બૌદ્ધ ચાર્વાક જોન મીમાંસની કંઈક ચર્ચા નીકળતાં એમણે બ્રાહ્મણ અને જેન જીવનદર્શન અંગે વિસ્તારથી સમજણ આપેલી. બીજો પ્રસંગ લોકમાન્ય જોડે. માંડલેન કારાવાસ દરમ્યાન લખીને આણેલા એમના વિખ્યાત ગીતા રહસ્ય' ગ્રંથની ૧૯૧૫ ની સાલમાં પ્રેસનકલ તૈયાર થતી હતી તે દરમ્યાન પિન્સિલે લખાએલી મૂળ હાથપ્રતમાં ઠેરઠેર નરી યાદદાસ્ત ઉપરથી કઉસો મૂકીને એમણે ટકેલા શ્રુતિ-સ્મૃતિ ઉપનિષદ