________________
[ 6 ] લેખ કરે જરૂરી છે, એમ સમજું છું અને આ પુસ્તકને છાપી આપનાર પ્રેસમાલિકના સૌજન્યને પણ યાદ કરું છું. પપશમના પર્વ
મનસુખલાલ તારાચંદ - કપિધર–શનીવાર
મહેતા ર૭-૮-૫૪
તા.કે. સ્વામી આનંદની પ્રસ્તાવના જન્માષ્ટમીને દિવસે આવી પહોંચી, તેઓએ તેનાં મુકે કૌસાની મંગાવ્યાં, જન્માપ્રમીને દિવસે પ્રેસ બંધ અને રવિવારે પણ બંધ સ્વામીજી પાછા પિતાના સ્થાનેથી પ્રવાસે જવાના હતા એટલે તેમણે આ મુદ્દે તાબડતોબ મંગાવેલાં. એ કામને પહોંચી વળવા અમદાવાદ શારદામુદ્રણાલયના માલિકે ભાઈ શંભુલાલ જગશી તથા ભાઈ ગોવિંદલાલ જગશી એ બન્ને ભાઈઓએ અને ભાઈશ્રી બાલાભાઈ (જયભિખુ) એ પણ મને જે સહાયતા કરી છે અને એક જ દિવસમાં આખું જ કંપજ કરી, બે વાર સુધારી આપવાની તાત્કાલિક વ્યવસ્થા કરી આપી છે તે અર્થે તેમના પણ ખાસ આભારની નેંધ કર્યો વિના ઝાલે એમ નથી જ.
દઃ મનસુખલાલ મહેતા