________________
લઈ એ, એ માટે “મહાભારત', “ગીતા” અને “જૈનસૂત્ર'નાં વચનો જેટલું જ આ “ધમ્મપદ' પણ આપણને ઉપગી નીવડે એવું છે.
આ અનુવાદનું નામ સરલ અનુવાદ છે. જે ભાષામાં “ધમ્મપદ' મૂળ લખાયેલ છે, તે ભાષાની વાક્યરચના અને ચાલ ગુજરાતીની વાક્યરચનામાં વિશેષ ભેદ છે; તેમાં ય પદ્યની ભાષા કરતાં ગદ્યની ભાષામાં વળી વિશેષ તફાવત હોય છે. એ દષ્ટિએ આ અનુવાદમાં કોઈ કાઈ સ્થળે શદની કે ક્રિયાપદની વધઘટ કરવા જેટલી છૂટ લેવી પડી છે; અને ભાષાની જનામાં મૂળ શબ્દોને કમ પણ બદલવો પડેલ છે.
આવા ગ્રંથના જેમ જેમ વિશેષ અનુવાદ થાય અને તે પણ જુદા જુદા અભ્યારણીઓ દ્વારા, તેથી વાયંકાને વિશેષ સુગમતા થવાનો સંભવ છે; એટલે ધમ્મપદના એક બે કરતાં ય વધારે અનુવાદે ઈચ્છવાજોગ છે. - વિદ્યાર્થીઓમાં સર્વધર્મસમભાવનાના સંસ્કાર રેડવાની દષ્ટિએ આનો કે આવાં બીજાં વ્યાપક પુસ્તકોનો સરળ અનુવાદ તેમને સારા સ્વાધ્યાયને રૂપે જાય એ વિશેષ ઉચિત છે.
આ ગ્રંથની વૈજના પ્રમાણે “ભારતની વ્યાપક વાણી' એશિયાનો મહાઘોષ' એવા એવા અનેક ગ્રંથની રચના કરાવવી આવશ્યક છે. ભારતની વ્યાપક વાણીમાં વેદ, ઉપનિષદ, આરણ્યક, ગીતા, મહાભારત, ભાગવત અને ગવાસિક આદિમાંથી તથા જૈન આગમ અને બૌદ્ધ ત્રિપિટકોમાંથી વ્યાપક ભાવવાળા ગદ્ય કે પદ્ય વચનેનો સંગ્રહ રહેવો જોઈએ અને સાથે તેને સરલ અનુવાદ પણ રહે જોઈએ. આવો ગ્રંથ એક ભાગમાં ન સમાઈ શકે, તે તેને ચાર-પાંચ ભાગ થવા જોઈએ. પછી “એશિયાનો મહાવએ ગ્રંથમાં ઉપર જણાવેલાં શાસ્ત્રો ઉપરાંત જરથુસ્ત ધર્મગ્રંથોમાંથી, બાઈબલ અને કુરાનમાંથી પણ ગદ્ય વ પદ્ય વચનોનો સંગ્રહ તેમનાં સરળ અનુવાદ અને સમજૂતી સાથે રહેવું જોઈએ. આવા પ્રકારના