________________
આતાવાણી શ્રેણી-૧૪ ભાગ-૪
[૧] આત્માના ગુણો અને સ્વભાવ આત્મગુણ જાણે-પરિણમે, થાય આત્મજ્ઞાન આત્મા શું હશે ? શબ્દબ્રહ્મથી તો બધાય જાણે છે કે અનંત ગુણવાળો છે. પણ તેનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવું પડશે.
પ્રશ્નકર્તા આત્માના ગુણોનો વિકાસ કરે એ જ જ્ઞાન ને ? બીજું બધું અજ્ઞાન જ કહેવાય ?
દાદાશ્રી : આત્માના ગુણોનો વિકાસ કરવાનો નથી. એના ગુણોનો વિકાસ આપણે શું કરવાનો ? એ પોતે વિકસિત જ છે. આત્મા તો પરમાત્મા જ છે. આત્માને તો કંઈ કરવાનું જ નથી. એ તો છે જ પૂર્ણ
પણ યથાર્થ આત્મજ્ઞાન તો આપણને ક્યારે થયું કહેવાય ? જ્યારે તે ગુણો પરિણામ પામે ત્યારે. બાકી “હું હીરો છું' બોલ્ય કંઈ હીરો ના પમાય. આત્મજ્ઞાન થવા આત્મા ગુણધર્મ સહિત જાણે અને તે પરિણામ પામે તો આત્મજ્ઞાન થાય.
એટલે આત્મા તો પરમાત્મા છે, અનંત ગુણનું ધામ ! આત્મા એ પોતાના “સ્વાભાવિક ગુણોનું ધામ છે. એટલે એ ગુણો કોઈ દહાડો આઘાપાછા ના થાય એવા ગુણનું ધામ છે.