________________
(૧૮) સિદ્ધ સ્તુતિ
૩પ૭
છે કે વ્યવહારની કોઈ પણ પ્રકારની ઉપેક્ષા કરતું નથી અને પોતાના અંદરના દિવ્યચક્ષુ ખુલેલું આ જ્ઞાન છે. રક્ષણ આપે છે. અજ્ઞાન અવસ્થા સામે સંપૂર્ણ રક્ષણ આપે એવું જ્ઞાન છે અને તેથી આ જ્ઞાનને કાળ, કરમ ને માયા ક્યારેય અડતા જ નથી. દાદા પોતે સંપૂર્ણ એ અનુભવદશામાં રહે છે અને આપણે આવવાનું છે બધાયે.
દાદાશ્રી : આપણા મહાત્માઓએ અનંત અવતાર પોતાના પુદ્ગલના ગુણધર્મો ગાયા. હવે આત્માના ગુણો આખો દહાડો ગાઓ. હું અનંત જ્ઞાનવાળો, હું અનંત દર્શનવાળો છું.
શેયો અનંત પ્રકારના હોવાથી તેની સામે હું અનંત જ્ઞાનવાળો જ્ઞાતા છું. દશ્યો અનંત પ્રકારના હોવાથી તેની સામે હું અનંત દર્શનવાળો દ્રષ્ટા છું. હું અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્યવાળો એવો શુદ્ધાત્મા છું. હું અનંત જ્ઞાનક્રિયા, દર્શનક્રિયા અને શક્તિ ક્રિયાવાળો એવો શુદ્ધાત્મા છું.
ભગવાનની સર્વ રિલેટિવ જંજાળોથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. શુદ્ધાત્માના મૂળ ગુણ બોલવાથી આનંદ થાય. મૂળ ગુણ બોલે એટલે સિદ્ધ સ્તુતિ અને એ જ આ શુદ્ધાત્મા. એ બોલતા બોલતા જે આનંદ થાય એ જ આત્મા. આપણે ત્યાં આનંદની સ્થિતિ હોય છે, બહાર છે તે શું હોય છે ?
પ્રશ્નકર્તા : મસ્તી હોય છે.
દાદાશ્રી : આ મસ્તી ના કહેવાય, આનંદ કહેવાય અને આનંદ એ જ આત્મા છે.
સિદ્ધ સ્તુતિએ કહ્યો શુદ્ધ ઉપયોગ પ્રશ્નકર્તા : બરોબર છે સિદ્ધ સ્થિતિની ભજના કરવી હોય તો આત્માના ગુણો બોલવાથી થાય.
દાદાશ્રી : આત્મા અગોચર છે એટલે એના ગુણો થકી જ થાય. અરે ! આ દાદા ભગવાનના એક્ઝક્ટ દર્શન કરો તોય તે સંપૂર્ણ સિદ્ધ સ્તુતિ.