________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
મારે ધૈડપણ થયું એટલે કાંઈ થતું નથી. એવું બોલે એટલે પછી તેવું થઈ જાય. તે અત્યારે વૈડપણમાં તેને ભાન નથી ને બોલે છે. એના મનમાં એમ કે આપણી કિંમત વધીને ! છૈડપણ છે ને ! પછી આગળ વાંચો.
૩૫૪
હિંસક પ્રાણી સામે ‘હું અમૂર્ત છું' બોલતા થવાય ‘અદૃશ્ય’
પ્રશ્નકર્તા ઃ કોઈવાર ભયનો એવો પ્રસંગ આવી જાય. લૂંટારા મળી જાય રસ્તામાં ને સામે કાંઈ સૂઝે નહીં, એ વખતે ભયની આમ વ્યાધિ લાગ્યા કરે. ક્યારેક માનસિક એવું થાય ત્યારે કહે કે ‘હું અવ્યાબાધ સ્વરૂપ છું, હું અવ્યાબાધ સ્વરૂપ છું, હું અવ્યાબાધ સ્વરૂપ છું' તો ભયની સંજ્ઞાઓ બધી નીકળી જાય. કોઈવાર જંગલમાં જવાનું થાય કે હિંસક જનાવર સામે મળી જાય એ વખતે ‘હું અમૂર્ત છું, હું અમૂર્ત છું, હું અમૂર્ત છું,’ જોરથી બોલીએ તો એને આપણે દેખાઈએ જ નહીં.
દાદાશ્રી : એ સો વખત અમૂર્ત બોલોને તો વાઘ આપણને જોઈ શકે નહીં. એને આપણી મૂર્તિ જ દેખાય જ નહીં એટલું બધું આ વિજ્ઞાન છે. વાઘ સામો મળ્યો હોય ને આપણે અમૂર્ત-અમૂર્ત પાંચ-પચાસ-સોવા૨ બોલી ગયા, તો એને આપણી મૂર્તિ દેખાય જ નહીં. પછી મારે કોને ? એ બધું સાયન્સ છે આ તો.
ડિપ્રેશન આવે તો બોલો, ‘હું અગુરુ-લઘુ સ્વભાવવાળો છું”
પ્રશ્નકર્તા ઃ કોઈવાર શોક વ્યાપી જાય, હતાશા થઈ જાય એકદમ આમ, નિરાશા થઈ જાય, ગડમથલ થવા માંડે, એ વખતે ‘હું અગુરુ-લઘુ સ્વભાવવાળો એવો શુદ્ધાત્મા છું, હું અગુરુ-લઘુ સ્વભાવવાળો એવો શુદ્ધાત્મા છું, હું અગુરુ-લઘુ સ્વભાવવાળો એવો શુદ્ધાત્મા છું' કહેવું.
દાદાશ્રી : જો તમને મનમાં બહુ વિચાર આવતા હોયને અને મન ખૂબ જ, ગૂંચાયા કરતું હોય ત્યાં ‘હું અગુરુ-લઘુ સ્વભાવવાળો છું' એવો મહીં જાપ ચાલુ કર્યો અને એક ગુંઠાણું કરો તો મહીં પાર વગરનું સુખ વર્તે. અગુરુ-લઘુ સ્વભાવ કહે એટલે સમતુલા આવી ગઈ. છોને મહીં વિચાર બંધ થઈ જાય. બધાને ચૂપ જ થઈ જવું પડે. ડિપ્રેશન આવે તો