________________
૧૭૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
દાદાશ્રી : આપણે સમજી જવું કે આ હોટલ આપણી હોય. એટલે બીજી હોટલ આપણી કઈ છે તે જડશે. દાદાએ કહી છે એ હોટેલમાં આપણે હું નિર્લેપ છું, શુદ્ધ જ છું, મને આ કેમ હોય ? મને આ દેખાય કે દૃશ્ય ને દ્રષ્ટા એક ના હોય. તન્મયાકાર થયા છીએ એ દૃશ્ય છે અને દશ્ય પોતે કંઈ સમજી ના શકે કોઈ દહાડો કે હું નહીં, આ તન્મયાકાર થયો છે. એ તો દ્રષ્ટા જ જાણી શકે છે. જાણ્યું કોણે ? ત્યારે કહે, દ્રષ્ટાએ. તોયે પોતાને ખ્યાલ ના આવે, એ કેવી અજાયબી કહેવાય !
“મારા હોય’ કહેતા જ ભાગે લેપાયમાન ભાવો
મન-વચન-કાયાના લેપાયમાન ભાવો છે ને, તે કૂદાકૂદ કરી મેલે. આ મારું ન્હોય” એમ કહ્યું કે પેલા બંધ થઈ જાય. એ લેપાયમાન ભાવો છે. એ તો ના આવે એવો કોઈ કાયદો નથી. એ તો આવેય ખરાં. એ તો જીવતા સ્મશાનમાં સૂવાડ, ઉપર લાકડા મેલે તે હઉ દેખે પોતે, એવી આ દુનિયા છે. પણ એવું ગમે તે કરે નાટક, તોય મારું હોય એમ કહ્યું કે ચાલ્યું. સ્મશાનેય મારું હોય, આ બાળો છો તેય મારું હોય. કારણ કે મારું ને તમારું, આપણું ને પારકું બે જુદું પાડી આપ્યું છે. એટલે તમારું જે છે એ તમારું છે ને તમારું હોય તે તમારું નથી, એ જુદું પાડી આપેલું છે. આપણે ને તે છૂટા છે અને તેને ગણકારવાનું જ નહીં. મારું સ્વરૂપ જ નહીં કહ્યું, એટલે છૂટા થઈ જાય. એટલે તમારે કહેવાનું આ. કહો કે તરત જ જતા રહે, ભાગી જાય. હું ચંદુ' તો ભાવો લેપે, જો “હું શુદ્ધાત્મા' તો રહે તિર્લેપ
પ્રશ્નકર્તા : દાદા, દાખલો આપો એક, એ લેપાયમાન ભાવમાં નિર્લેપ એનો.
દાદાશ્રી : આ જે રત્નાગિરિની મોંઘા ભાવની હાફુસ લાવ્યા હોય અને પછી ખાય ત્યારે શું કહે ? બહુ સરસ કરી હતી આ તો ! હું. એમ કરતા કરતા અજ્ઞાનતામાં મહીં બીજ પડ્યા કરે, એ લેપાયમાન ભાવ. હવે એ બહુ સરસ કરી હતી એ બધું વર્ણન કરેને એ બધા ભાવ કેવા હતા કે લેપાયમાન. પણ પોતે “હું ચંદુલાલ છું એટલે એને લેપાયા જ કરે છે