________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
ભાવો લેપ કરે. જગતને આ ભાવો લેપે છે. આ જગત શી રીતે ચાલે છે ? લેપાયમાન ભાવથી ચાલે છે.
૧૭૨
આખું જગત લેપાયમાન ભાવોમાં જ છે. કહે કે આ મને વિચાર આવે છે. લેપાયમાન ભાવોને મને જ આવે છે, બીજા કોને આવે કહે છે. તેઓ વિજ્ઞાનની આ વાત જાણતા જ નથી. એટલે અમે ખુલ્લું કર્યું આ તમામ લેપાયમાન ભાવો એ પુદ્ગલ ભાવ છે, અને પાછા કહીએ છીએ ખરા કે ભઈ, એ પ્રાકૃતિક ભાવો છે, જડ ભાવો છે, એ ચેતન ભાવો નથી. એ પુદ્ગલના ભાવો એને ચેતન ભાવ માને છે. તેથી કહે છે ને, જડ અને ચૈતન્ય બન્નેના સ્વભાવ ભિન્ન છે.
લેપાયમાનતી રાશિ જુદી છતાં ચોંટે આખા જગતને
પ્રશ્નકર્તા : ખાલી એક પોતે એટલું જોઈ લેને, ‘હું શુદ્ધ છું’ આમ. આ વિચાર એ જડ ભાવ છે, હું એનાથી જુદો છું.
દાદાશ્રી : હા, એને કહીએ, ‘તમારી રાશિ જુદી, મારી રાશિ જુદી. તમારે ને મારે શું લેવાદેવા (તમે) અહીં આવ્યા તે ?” એ જડ છે ને આપણે ચેતન. એમાં આપણે લેવાય શું જવાનું ? આપણી જાતિનું હોય તો આપણે હજી જરા સાંભળવું પડે. તેથી જ અમે કહીએ છીએને, મનવચન-કાયાના તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ જ છું. કારણ કે એ પુદ્ગલ ભાવો છે, એ ચેતન ભાવો નથી. અને આપણે ચેતન ભાવો છીએ. બેને મેળ જ નથીને !
આ મારી સાસુ છે, આ મારા મામા છે, આ ફુવા છે, નફો થયો, ખોટ ખાધી, આજે આમ કરવું, તેમ કરવું છે ને ફલાણું કરવું છે, એ બધાય લેપાયમાન ભાવો એ પુદ્ગલ ભાવો છે. તેને પોતે માને કે મને લેપ ચડી ગયો, ચોંટી ગયા. ચોંટી જાય એવા છે, જગત આખાને ચોંટી ગયા છે પણ તમને જ્ઞાન મળ્યું એટલે તમને ચોંટે એવા નથી, કહે છે.
લેપાયમાત થતારતે જાણે એ દ્રષ્ટા ખુદ પોતે જ પ્રશ્નકર્તા : દાદા, તમે કહો છો કે આ જ્ઞાન આપ્યા પછી નિર્લેપ