________________
૧૫૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
જોઈએ. નબળાઈઓ ક્યારે જાય, કે પોતે કંઈક સામાયિક કરતા હોય તો જાય. એટલે વાત જો સમજે તો બહુ ઊંચી છે. જો આટલાથી જ, હજુ કશું નથી કરતો તે પહેલા આટલું બધું મળી ગયું છે, તો જો કરે તો કેવી દશા ઉત્પન્ન થાય ! અસંગતા એ આંશિક મુક્તિ, વીતરાગતા એ કાયમી મુક્તિ
પ્રશ્નકર્તા આપે જે વાત કરી હતી કે વીતરાગતાનું ફળ મુક્તિ છે, તો એનો અર્થ એવો થયો કે અસંગતાનું ફળ પણ મુક્તિ છે ?
દાદાશ્રી : અસંગતા તો એક મિનિટ હોય, તો એક મિનિટની મુક્તિ. બે મિનિટ હોય તો બે મિનિટની, વીતરાગને તો કાયમની મુક્તિ.
પ્રશ્નકર્તા : એટલે વીતરાગને કાયમની મુક્તિ હોય ને પેલાને જેટલો સમય અસંગ રહે એટલો સમય જ મુક્તિ હોય ?
દાદાશ્રી : હા, અને સંગથી આ બંધન. આ સંયોગોના સંગથી બંધન ને સંયોગોથી અસંગ એનું નામ “મુક્તિ.”
- જ્ઞાતી સમ્યક્ ચાસ્ત્રિ, અસંગ-તિર્લેપ
પ્રશ્નકર્તા ઃ સમ્યક્ દર્શન થયું, પછી સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રની પ્રાપ્તિ થાય ?
દાદાશ્રી : હા, દર્શન થઈ ગયું. દર્શન પછી અનુભવ થવા માંડે. પ્રતીતિ છે એવા, “આત્મામાં સુખ છે એવા તમને અનુભવ થવા માંડે. કો'ક દહાડો આટલા અંશ, કો'ક દહાડા આટલા અંશ પણ અનુભવ થતા થતા અનુભવની પોટલી ભેગી થતી જાય.
પ્રશ્નકર્તા અનુભવની પોટલી ?
દાદાશ્રી : તને પછી અનુભવ થાય છે ને ? એમાં ખરેખર સુખ છે એવું થાય છે ને ? તે એટલું એ પોટલીમાં ભેગું કર્યું. એમ કરતા કરતા પોટલી ભેગી થાય. આખી પોટલી પૂરી થઈ જાય, એટલે સમ્યક્ જ્ઞાન પૂરું થઈ ગયું કહેવાય. સમ્યક્ જ્ઞાનના અંશો ભેગા થાય છે.