________________
૧૪૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
જે આખું ફિઝિકલ બૉડી છે, એની મહીં ચેતના ભરાઈ ગયેલી છે. પરમાણુ એ પરમાણુમાં એ સંગી ચેતના છે.
આ ડિસ્ચાર્જમાં જે બધું ચેતન રહેલું છે. આ સંગી ચેતના એ ફિઝિકલ બૉડીની છે. આ દેહ એ સંગી ચેતના છે. અને પેલી માનસિક ને વાણીની એ મિશ્ર ચેતના કહેવાય. મિશ્ર ચેતનાનો વાંધો જ્ઞાનીને ના હોય. જ્ઞાનીને બીજી કશી અસર ના કરે પણ આ સંગી ચેતનામાં જરાક વાઢકાપ થાય તો વેશ થઈ પડે. છતાંય રાગ-દ્વેષ ના થાય એ નિશાની. કાપનારની ઉપરેય રાગ-દ્વેષ ના થાય, કપાવનારની ઉપરેય રાગ-દ્વેષ ના થાય. હું અત્યારે અસંગ ચેતન તરીકે જીવું છું. પણ જયાં સુધી દેહ છે ને, ત્યાં સુધી દેહની અસર રહ્યા કરે. બહારની, ગાળો ભાંડતો હોય તો તે અસર ના થાય, પણ દેહની અસર તો થાય. દેહ તો વળગેલો, ચોટેલો છે, એની મહીં ચેતન ઘૂસી ગયેલું છે. તે અમુક ચેતન હતું તે અહંકારનું ચેતન એ બધું મૂળ ચેતનમાં પેસી ગયું અને આ દેહનું ચેતન એ છે તે સંગી ચેતના કહેવાય છે. એ અસર આપ્યા વગર રહે નહીં. એટલે આપણે સમજવું જોઈએ કે અંદર સંગી ચેતના છે ત્યાં સુધી અસર થવાની જ. એટલો સમય આપણે સમજીએ કે એક-બે અવતાર હોય ત્યાં સુધી, પછી હવે ડખો રહ્યો નહીંને ! કર્મ બંધાતા અટક્યા કે ગયું બધું. એટલે બધું ગયું જ છે. વાંધો જ રાખશો નહીં. તમારે વાંધા રાખવા જેવું છે જ નહીં ત્યાં.
હવે સંગી ચેતનાને જોવી હોય તો ક્યાં માલૂમ પડે ? કોઈ કહેશે, મારે જાણવું છે કે સંગી ચેતના શું છે ? તો કોઈ અહીં આગળ વિધિ કરતો હોય અને કંઈ નવી જાતનો અવાજ થાય, તે શરીર ધ્રુજે. આપણને ધ્રુજયું એ ખબર પડે. અહીં મને હઉ ખબર પડે. પોતાનેય ખબર પડે પણ પોતે ના ધ્રુજે મહીં. એ સંગી ચેતના જ ધ્રુજે, પોતે ના ધ્રુજે. એટલે સંગી ચેતનાને ઓળખી જવાય. એ ત્યાં ઓળખાય. જે ધ્રુજે છે એ સંગી (ઈફેક્ટિવ) ચેતના. કારણ કે એને આ આવા જોડે સંગ થયો.
પ્રશ્નકર્તા સંગી ચેતનાને સંગ (ઈફેક્ટ) થયો. દાદાશ્રી : આપણને સંગ અડે નહીં.