________________
૧૪૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
દાદાશ્રી : એના ભાવ કરવાની જરૂર નથી, ખાલી બોલવાની જ જરૂર છે.
પ્રશ્નકર્તા : બોલવાની જરૂર છે પણ ભાવ થાય તો ?
દાદાશ્રી : ભાવ થાય તો વાંધો નહીં. એ છે તો વધારે એ (સારી રીતે) થાય, બાકી એકનું એક જ. એ બોલવાની જરૂર છે ખાલી. આ તો સંગી બોલે છે કે ‘અસંગ છું', એટલે અસંગ થવા માટેનો એનો પુરુષાર્થ છે. આત્મા તો નિરંતર અસંગી જ છે.
દહાડામાં પાંચ વખત બોલવું કે ‘હું શુદ્ધાત્મા છું, મને કશું અડે નહીં આમાંનું. નિર્લેપ છું, અસંગ છું, કશું અડે નહીં મને’ એવું બોલવું. અક્રમ વિજ્ઞાત થકી સંસારમાં રહીને પણ અસંગ-તિર્લેપ
હવે આપણે નિર્લેપ છીએ, અસંગ છીએ. કેવું સુંદર જ્ઞાન આપ્યું છે ! આવું સરસ વિજ્ઞાન મળ્યા પછી એક તણખલું પણ તમને અડતું નથી. સંપૂર્ણ નિર્લેપ ને સંપૂર્ણ અસંગ. ચંદુ શું કરે છે, તેને તમે જાણો.
સંસારમાં રહેવાનું, છોકરાં પૈણાવવાના, કામ કરવાનું, અને આમ સંસારમાં રહેવા છતાં અસંગ અને નિર્લેપ રહેવાનું. સંસારમાં રહેવા છતાં કંઈ પણ સ્પર્શે નહીં, નિર્લેપ રહી શકાય, અસંગ રહી શકાય. આ ખાયપીવે છતાં અસંગ. ખાધેલું અડે નહીં. કારણ કે આ અક્રમ જ્ઞાન છે.
પ્રશ્નકર્તા : દાદા, નોકરી-ધંધો હઉ કરાયને ?
દાદાશ્રી : ધંધો કરજો તેનો વાંધો નથી, પણ આજ્ઞા અમારી પાળજો. એટલે આમાંથી મુક્ત રહેશો. આ (સંસારનું) કામ થશે અને એમાં નિર્લેપ રહી શકશો, અસંગપણે રહી શકશો. સંગમાં રહેવા છતાં અસંગ રહેશો. આ વિજ્ઞાન છે. અક્રમ વિજ્ઞાન છે આ. દસ લાખ વર્ષે પ્રગટ થાય છે એક ફેરો. તે સંસારમાં રહેવા છતાંય મુક્તિ ભોગવો.
શુદ્ધાત્મા સ્વભાવ પડી રાખ્યુ થાય અસંગ
મેં તમને જે આત્મા આપ્યો છે, તે અસંગ જ આપ્યો છે. દેહનો