________________
૧૩૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
પ્રશ્નકર્તા : એટલે પોતાનું મન બીજાને યાદ કરે એ સંગી ક્રિયા
કહેવાય મનની ?
દાદાશ્રી : હું.
પ્રશ્નકર્તા ઃ અને વાણીની સંગી ક્રિયા ?
દાદાશ્રી : વાણી બોલીએને આપણે એનું નામ, એ સંગી ક્રિયા. ‘હું ચંદુ’ અને ‘મેં આ કર્યું' તે સંગી ક્રિયા. એ સંગી ક્રિયાઓ બધી અનાત્મા છે.
એટલે આત્મા કોઈ વસ્તુને ટચ થાય એવો નથી. એટલે આ અવસ્તુ, અવસ્તુને ટચ થાય છે. એટલે એને સંગ અડે જ નહીં. (પોતે) અસંગ રહે છે. આ બધી ક્રિયાઓ થાયને, તેનાથી અસંગ જ છે, એ એવું કહેવા માગે છે. પણ લોક માની બેઠા છે કે મને થાય છે. હું સંગમાં બેઠો છું, એવું ભાન છે એ જ ભ્રાંતિ. એ ભ્રાંતિ છે બધી, પણ એ સમજાય શી રીતે કે આ બધી સંગી ક્રિયાનો હું ભોક્તા નથી, પણ જાણનાર છું ? કારણ કે સંગી ક્રિયામાં આત્મા હોતો જ નથી. સંગી ક્રિયા એ જડ છે અને સ્થૂળ છે, આત્મા સૂક્ષ્મતમ છે (એને) લેવાદેવા નથી. એ સંગી ક્રિયાઓનેય જાણનાર છે, સંગીક્રિયા કરનારો નથી.
સંગી ક્રિયા સ્થૂળ, અસંગ આત્મા સૂક્ષ્મતમ
હવે અસંગ આત્મા પ્રાપ્ત કરવા માટે મન-વચન-કાયાની સંગી ક્રિયાઓથી આખું જગત જે છેટું રહે છે, એનો ત્યાગ કરે છે, ત્યાં આપણું આ અક્રમ વિજ્ઞાન કહે છે કે એ સંગી ક્રિયાઓમાં હું જુદો છું. આ આત્મા કેવો છે એવું કોઈએ કહ્યું છે આપણને ? ‘હું તદન અસંગ છું’ એમ કહ્યુંને, તે આપણે એકલાએ કહ્યું, નહીં તો કોઈ કહે નહીં. તીર્થંકરો જાણે પણ કહે નહીં આવું. લોકો દુરુપયોગ કરે. તમને તો બધું જ્ઞાન આપ્યું એટલે કહેવાય. આત્મા એવો છે કે કશી વસ્તુ એને સંગ કરી શકે જ નહીં.
ધન્ય છે, તમારા જ્ઞાનનેય ધન્ય છે કે અસંગ હતો તેને અસંગ તમે