________________
(૪) અનંત સુખધામ
૮૯
આવે. સુખિયા જોડે સંગ તે દુઃખ આવે જ ક્યાંથી ? આખું જગતનું દુઃખ આત્મા પર પડેને તોય નિરાંતે સ્થિર. કારણ કે એ દુઃખ આપણી પર પડતું નથી, દુ:ખ દુઃખની ઉપર પડે છે. કારણ કે આત્મામાં દુઃખ નામનો ગુણ જ નથી. આત્મા નિરંતર સુખનો જ કંદ છે આખો. આખો કંદ જ સુખનો છે. જ્યાંથી જુઓ ત્યાં નર્યું સુખ. પણ હું બહુ દુઃખી છુંએવું ચિંતવે કે પોતાનું અનંત સુખ આવરાય ને દુખિયો થઈ જાય. “હું સુખમય છું ચિંતવે કે સુખમય થઈ જાય. હું અનંત સુખધામ છું” ચિંતવતા, થાય દુખતા ભાગાકાર
પ્રશ્નકર્તા દાદા, વધારે સમજાવશો, “હું બહુ દુઃખી છું' એવું ચિંતવે તો દુઃખી થઈ જાય ?
દાદાશ્રી: તમને આ જ્ઞાન તો મળેલું છે છતાં તમે કહો કે માથું દુઃખે છે, માથું દુઃખે છે, માથું દુ:ખે છે. તે વધતું જાય. હા, એટલે માથું દુઃખે ને કો'ક પૂછે કે ભઈ, કેમ અત્યારે સૂનમૂન છો? તો કહેવું જરાક અસર થયેલી છે અને પાછું આપણે શું બોલવું, કે “અનંત સુખધામ છું, અનંત સુખધામ છું.” ભાગાકાર કરીને તે રકમમાં કશું રહે નહીં, અને સંસારીઓને ગુણાકાર થાય. જેને જ્ઞાન નથીને, તેને ગુણાકાર થાય. શી રીતે ?
પ્રશ્નકર્તા : અજ્ઞાનને લીધે.
દાદાશ્રી : “મને દુઃખે છે” કહે એટલા માટે. બોલે એમ વધતું જાય. આત્માનો સ્વભાવ કેવો છે ? જેવો ચિંતવે એવો થાય. એણે માથું દુખે છે એવું ચિંતવ્યું તો તેવો. તે આપણે ભાગાકાર શાનાથી કરવા જોઈએ? અનંત સુખધામ છું.” આ બધો રસ્તો (મું) બતાડ્યો છે. બધા રસ્તા આમાં બતાડી દીધા છે, પણ ખોળી કાઢે તો બધી દવા છે આમાં. આખા દવાખાનાની બધી જ દવાઓ મૂકેલી છે. દવા કંઈ બાકી રાખી નથી. પણ હવે એટલી તપાસ કરવી પડેને કે આ શીશીઓ ક્યાં પડી છે ? અનંત સુખધામ” બોલતા જ, આધિ-વ્યાધિ-મોહનીય ભાગે દૂર
પ્રશ્નકર્તા દેહની કંઈ વેદના થાય એ વખતે અસલ રીતે તો આમ