________________
(૪) અનંત સુખધામ
વધતો જાય અને આ અભિપ્રાય એનો ઘટતો જાય. પણ છતાંય આ છૂટે નહીં, એનું શું કારણ ? ત્યારે કહે, પૂર્વકર્મનો જે ગોઠવાયેલો છે, તે ક્રમ છોડે નહીંને ! ઈચ્છા ના હોય તોયે સંસારી સુખો ભોગવવા પડે. મોળું લાગે તોય ભોગવો, કહે છે.
८७
પ્રશ્નકર્તા : આત્માનું સુખ કેવી રીતે ખબર પડે કે આ આત્માનું જ સુખ છે ?
દાદાશ્રી : બહારથી કશામાંથી સુખ ના હોય. કંઈ જોવાથી સુખ ઉત્પન્ન થયેલું ના હોય, કંઈ સાંભળવાથી, ખાવાથી, ઠંડકથી, સ્પર્શથી કે કોઈ પણ જાતનું ઈન્દ્રિય સુખ ના હોય, પૈસાને લીધે સુખ ના હોય, કોઈ ‘આવો, આવો’ કહેનારું ના હોય, વિષય સુખ ના હોય ત્યાં આગળ મહીં જે સુખ વર્તાય તે આત્માનું સુખ. પણ આ સુખની તમોને ખાસ ખબર
ના પડે.
બીજું આત્માના સુખનું લક્ષણ એટલે નિરાકુળતા રહેતી હોય. સહેજે આકુળતા-વ્યાકુળતા થાય તો જાણવું કે બીજી જગ્યાએ ઉપયોગ છે, માર્ગ ભૂલ્યા. બહારથી અકળાઈને આવ્યોને, તે પંખો ફેરવે તે બહુ સરસ લાગે. એને શુદ્ધ ઉપયોગ ના કહેવાય, એનેય જાણવું જોઈએ. અશાતા વેદનીય હોય તેનેય જાણવી જોઈએ અને નિરાકુળતાયે રહેવી જોઈએ. બન્નેને જાણવા જોઈએ. શાતા વેદનીય જોડે એકાકાર થઈ જાય તે ભૂલ કહેવાય.
પોતે મૂળસ્વરૂપ થાય, તો વર્તે આનંદ
પ્રશ્નકર્તા : આગળ કહ્યું ‘આત્મા અનંત આનંદનું ધામ છે’ એ વિશે વધારે ફોડ પાડશો ?
દાદાશ્રી : આત્મા આનંદનું જ આખું અસ્તિત્વ છે. આનંદનો જ જાણે કે કંદ હોયને, એના જેવું છે. એમાં દુઃખ પેસે જ નહીં અંદર, પોતે જ સુખ. જેમ બરફની અંદર દેવતા ન હોયને એવી રીતે આ આનંદનો જ ગોળો છે. એમાં બીજું કંઈ પેસે નહીં. એટલે મૂળ સ્વરૂપ થઈ જાય તો આનંદ જ છે, દુઃખ હોય જ નહીં.