________________
સ્વભાવમાં આવી જાય ત્યારે સવશે બધા ગુણો પ્રગટ થઈ ગયા હોય. તે એક જ ગુણ નહીં પણ પ્રત્યેક ગુણો, અનંતા ગુણો બધા જ સર્વાશે પ્રગટ થઈને પોતે આત્મસ્વભાવમાં આવી ગયો હોય. બધા ગુણો સંપૂર્ણ અનુભવમાં વર્તે અને ક્યાંય વિરોધાભાસ ના હોય. નિરંતર સ્વપરિણામમાં જ વતે.
અક્રમ વિજ્ઞાનના ભેદજ્ઞાનથી આપણને મૂળ આત્માની પ્રતીતિ બેસી જાય છે. હવે પાંચ આજ્ઞા પાળવાથી જાગૃતિ વધે અને જાગૃતિથી પાંચ આજ્ઞા પાળી શકાય. પણ શુદ્ધ ઉપયોગમાં આવવા આત્મગુણોનું આરાધન હોવું ઘટે. આવા ગુણો ઓળખીને ઉપયોગમાં લે તો અનુભવદશામાં પહોંચે.
આત્માના વિવિધ ગુણોનો વારંવાર સ્ટડી (અભ્યાસ) કરવાથી, ઉપયોગમાં ગોઠવવાથી, ધીમે ધીમે અભ્યાસમાં લેવાથી એ અનુભવાતું જશે અને છેવટે સહજ આત્મસ્વરૂપ દશામાં પહોંચાશે. નિરંતર મુક્તિ, અખંડ સમાધિદશા અનુભવાશે.
આપણે અહીં જે આત્માના ગુણોની ભજના કરવાની કહી છે, તો તે કેવી રીતે કરવાની ? દા.ત. “મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું અસંગ છું', તો હું અસંગ કઈ રીતે, સંગી ક્રિયા કોને કહેવાય, એ સ્ટડીમાં લેતા લેતા દિવસના પ્રસંગોમાં આ ક્રિયા સંગી ક્રિયા છે, એમાં હું આ રીતે અસંગ છું, એમ જાગૃતિપૂર્વકનો અભ્યાસ અસંગ દશાની અનુભવશ્રેણી ચઢાવશે.
આત્મગુણોની ભજનાથી આત્મસ્થિરતા આવે, દઢતા આવે અને આત્મા તરફ જવા માટેનો એ મોટો આધાર છે. એટલે આત્મગુણોની ભજના કરવી એ શરૂઆતમાં હિતકારી છે. કારણ કે કર્મોના ફોર્સ, ભરેલા માલ સામે જાગૃતિની સ્થિરતા આવવા માટે એ હેલ્ડિંગ છે. પછી આગળના સ્ટેજે પોતાના મૂળ સ્વભાવ જે જ્ઞાતા-દ્રષ્ટા છે, એમાં રહીને ફાઈલ વનનેચંદુને એક પુદ્ગલને જોવાનું છે.
એ દશાએ પહોંચવા માટે પોતાના દોષો જોઈ, સામાને નિર્દોષ જોઈને આગળ વધવાનું છે. પછી વ્યવહારમાં અથડામણ, ડખોડખલ
11